પશ્ચિમ રેલવે દ્વારા વિરમગામ ઇનલેંડ કંટેનર ડેપો (ICD)થી પ્રથમ એક્ઝિમ ટ્રેન ઓપરેશનનો પ્રારંભ
પશ્ચિમ રેલવે દ્વારા 26 જૂલાઇ 2019ના રોજ ગેટવે રેલ ફ્રેટ લિમિટેડની સાથે વિરમગામ ઇંનલેંડ કંટેનર ડેપો (ICD) થી પ્રથમ એક્ઝિમ ટ્રેન ઓપરેશનનો પ્રારંભ કરવામાં આવ્યો. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના મંડલ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝાએ પ્રથમ એક્સપોર્ટ ટ્રેન સેવાને (ICD)વિરમગામ થી પિપાવાવ પોર્ટ સુધી માટે લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. આ પ્રસંગે કસ્ટમના અપર આયુક્ત શ્રી સુશાંત સિંહ, એચએમએસઆઇ કસ્મટ કાર્યાલયથી શ્રી પંકજ મુદગલ તથા શ્રી ભારત હિંડોલ, ગેટવે રેલ ટીમ તથા અન્ય વરિષ્ઠ રેલ,કસ્ટમ અને ગેટવે રેલના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે.
પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી શ્રી રવિન્દ્ર ભાકર દ્વારા જારી પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર ગેટવે રેલના આ નવા ઇનલેંડ કંટેનર ડેપોની સાથે વેપારને ઉત્તર ભારતના રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રની જેમ અમદાવાદના આઉટસ્કર્ટ સુધી વિસ્તૃત થવામાં મદદ મળશે. પ્રથમ ટ્રેન સેવા માર્યેસ્ક શિપીંગ લાઇન માટે હોન્ડા મોટરસાયકલ તથા સ્કૂટર ઇન્ડિયા પ્રા.લિમિટેડને એક્સપોર્ટ કન્સાઇનમેન્ટની સાથે રવાના થઇ તથા ટાઇગર લોજીસ્ટીક ઇન્ડિયા લિમિટેડ દ્વારા આને ક્લિયલ કરવામાં આવેલ.
આ ઉપરાંત એવરગ્રીનશિપીંગ લાઇન પર દિપકીરણ ફુડ પ્રા. લિમિટેડના પ્રથમ એક્સપોર્ટ રિફેર કંટેનરને રવાના કરવામાં આવ્યો, જેને જેબીએસ ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા કસ્ટમ ક્લિયર કરવામાં આવેલ તથા તેને એજ દિવસે માર્ગ પરિવહન માટે મુંદ્રા મોકલવામાં આવેલ. શ્રી ભાકરે જણાવ્યું હતુ કે વિરમગામમાં આ આઇસીડી અમદાવાદથી નજીક છે તથા મુંદ્રા અને પિપાવાવ પોર્ટ વચ્ચે મહત્વપૂર્ણ સ્થળે આવેલ છે.
પ્રસ્તાવિત પશ્ચિમી ડેડીકેટેડ ફ્રેટ કોરિડોર દ્વારા આ ખુબજ લાભદાયક બનશે. આ આઇસીડી ન્હાવા શેવા, મુંદ્રા અને પિપાવાવના પોર્ટ ટર્મિનલ વચ્ચે કંટેનરાઇઝ્ડ કાર્ગોના આયાત અને નિકાસ માટે ગેટવે રેલ નિયમિત ટ્રેન સેવાઓનું પરિચાલન કરશે. આ આઇસીડીનું નિર્માણ 40 એકર પાર્સલ ભૂમિ પર કરવામાં આવેલ છે તથા હાલમાં આ પ્રતિ વર્ષે 100.0000TEUs ને હેન્ડલ કરી શકે છે. સામુદ્રિક કંટેનરોમાં ડ્રાય અને રિફર કાર્ગોને હેન્ડલ કરવા માટે આ આઇસીડી પૂર્ણ સુસજ્જિત છે. આ અમદાવાદના નવા ઔધોગિક વિકસિત વિસ્તારમાં આવેલ છે તથા સાણંદ, બેચરાજી, વિઠ્ઠલાપુર તથા આગામી મંડળ બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનની પાસે છે. આ એન-8ની નજીક છે તથા પશ્ચિમ ભારતના માર્ગ અને રેલ ઇન્ફ્રાસ્ટક્રચરની સાથે સારી રીતે અને રેલ માર્ગ દ્વારા જોડાયેલ છે.
ઇનલેંડ કંનેટર ડેપા (ICD) વિરમગામની આધારભૂત સંરચના અને સુવિધાઓઃ
- બે રેલવે લાઇન સાઇડીંગ
- રેલ પરિવહન માટે 30 ટ્રેન-સેટના બેડા
- એંડવાન્સ કંટેનર હેન્ડલીંગ ઇક્વિપમેન્ટ
- જીપીએસ ઇનેબલ્ડ ટ્રેલર્સ
- 60,000વર્ગ મીટરનો વિસ્તાર
- 20,000 વર્ગ મીટરનો કસ્ટમ નોટિફાઇડ વિસ્તાર
- 2,500વર્ગ મીટરનું ટ્રાંઝિટ વેર હાઉસીંગ
- 2,500 વર્ગ મીટરનું એક્ઝમ વેર હાઉસીંગ
- EDIસુવિધા સહિત કસ્ટમ ક્લિયરન્સ
- એમ્પટી સ્ટોરેજ યાર્ડ
- ઇક્વિપમેન્ટ મેઇન્ટેનન્સ તથા રિપેર(EMR)સુવિધા
- રિફર પ્લગ ઇન પોઇન્ટ તથા રોડ રેડ પરિવહન સેવા
- સીસીટીવી સર્વેલન્સ
- ટ્રેક તથા ટ્રસ
- 24 x 7 ઓપરેશન