પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન કલ્યાણકારી પ્રયાસો દ્વારા કરી રહ્યું છે રેલવે કર્મચારીઓમાં ઉત્સાહનો સંચાર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/WRWWO-Sowing-Good-Seeds-with-Noble-Deeds-4-1024x540.jpeg)
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન ના અધ્યક્ષા શ્રીમતી તનુજા કંસલ સંગઠનની ઉદારતાપૂર્વક દાનની ભાવના દ્વારા રેલવે કર્મચારીઓના ચહેરા પર સ્મિત લાવતા અને તેમના જીવનમાં આશાના નવા કિરણ નું સંચાર કરતા.
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO)નો મુખ્ય ઉદ્દેશ તેની કલ્યાણકારી યોજનાઓ મારફતે રેલવે કર્મચારીઓના કાર્ય ક્ષેત્ર અને પારિવારિક જીવનમાં વધુ સારું વાતાવરણ પ્રદાન કરવાનો છે. રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોને માનવતાવાદી સેવાઓ પૂરી પાડવી એ સંસ્થાની પ્રવૃત્તિઓ નું કેન્દ્ર બિંદુ છે.
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠને તેની સમર્પિત અને નિષ્ઠાવાન ટીમ સાથે અનેક કલ્યાણકારી પગલાં દ્વારા ખાતરી આપી છે કે રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારો મુશ્કેલીઓને દૂર કરીને રાષ્ટ્રની સેવામાં ફાળો આપવાનું ચાલુ રાખે.
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન ના અધ્યક્ષા તરીકે તનુજા કંસલ સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહેલી કલ્યાણકારી પ્રવૃત્તિઓ માટે માર્ગદર્શક બળ છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલ એક પ્રેસ રિલીઝ માં જણાવ્યા અનુસાર, વર્ષ 2020થી વિશ્વને આંચકો આપતી કોરોના મહામારી પણ પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન અને તેના સભ્યોને વિવિધ કર્મચારી કલ્યાણ કાર્યક્રમો ચાલુ રાખતા રોકી શકી નથી.
પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ જેવા રાષ્ટ્રીય તહેવારો દરમિયાન શ્રીમતી કંસલ સંસ્થાના સભ્યો સાથે દર વર્ષે પશ્ચિમ રેલવેની જગજીવન રામ હોસ્પિટલની મુલાકાત લે છે
અને તેમના જીવનમાં થોડી ખુશી લાવવાના પ્રયાસરૂપે દાખલ દર્દીઓને ગિફ્ટ હેમ્પર્સ રજૂ કરે છે. બેડશીટ, સ્ટીલ વેક્યુમ ફ્લાસ્ક, ઇમ્યુનિટી બુસ્ટર બોટલ્સ વગેરે જેવી કેટલીક વસ્તુઓ જે દાખલ દર્દીઓને વહેંચવામાં આવે છે.
જગજીવન રામ હોસ્પિટલના સ્વાસ્થ્ય કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલ અમૂલ્ય સેવાઓની સરાહના અને પ્રોત્સાહન ના ભાગરૂપે એક લાખથી વધુ કિંમતના બે ગરમ અને ઠંડા પાણીના ડિસ્પેન્સર, છ વોટર પ્યુરિફાયર, 15 ઇન્ડક્શન હીટર જગજીવન રામ હોસ્પિટલને આપવામાં આવ્યા.
મહિલા સશક્તિકરણ, કર્મચારી કલ્યાણ અને સામાજિક જાગૃતિ પર વિશેષ ભાર
શ્રીમતિ કંસલનું માનવું છે કે મહિલા કર્મચારીઓ આ સંસ્થાનો મજબૂત આધાર છે. આજે રેલવેના દરેક ક્ષેત્રમાં મહિલાઓ કામ કરી રહી છે.
ટ્રેક વુમન તરીકે હોય કે સ્ટેશન માસ્ટર કે ટિકિટ ચેકર તરીકે મહિલાઓ પુરુષો સાથે ખભે ખભો મિલાવીને કામ કરતી જોઈ શકાય છે. મહિલા કર્મચારીઓ ઘરની તેમજ ઓફિસની બેવડી જવાબદારી અત્યંત નિષ્ઠાથી નિભાવે છે.
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન આવી મહિલાઓને સલામ કરે છે અને મહિલા દિવસ નિમિત્તે તેમને પ્રશંસનીય પુરસ્કારથી સન્માનિત કરે છે.
છેલ્લા બે વર્ષ દરમિયાન મહિલા દિવસની ઉજવણી દરમિયાન કુલ 78 ઉત્કૃષ્ટ મહિલા રેલવે કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમને કુલ 1.38 લાખ રૂપિયા રોકડ અને મેરીટ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા શ્રીમતી શ્રીમતી ના અધ્યક્ષસ્થાને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પ્રધાન કાર્યાલય અને મંડળ સમિતિના સભ્યો દ્વારા વિવિધ સેમિનાર, સ્પર્ધાઓ અને મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
માનનીય પ્રધાનમંત્રી ના આત્મનિર્ભર ભારતના સપનાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન ”મેડ ઇન ઇન્ડિયા” ને પ્રોત્સાહન આપે છે.
કર્મચારીઓના આશ્રિતોને વ્યવસાય શરૂ કરવા તથા તેમને આત્મનિર્ભર બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. મહિલાઓને સશક્ત બનાવવા માટે રેલવે કર્મચારીઓની છ લાયકાત ધરાવતા મહિલા આશ્રિતોને સિલાઈ મશીનો પૂરા પાડવામાં આવ્યા હતા, જેમની તેમણે પ્રશંસા કરી હતી.
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા રેલવે વસાહતો માટે સ્વચ્છતા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેથી રહેવાસીઓને તેમની વસાહતો સ્વચ્છ રાખવા માટે પ્રેરિત કરી શકે.
વસાહતોને સ્વચ્છતાના આધારે રેન્ક આપવામાં આવી હતી અને તેમની ઉપલબ્ધિઓ માટે પણ તેમને પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આનાથી રહેવાસીઓને તેમની રેલ્વે વસાહતોને સ્વચ્છ રાખવા અને તેને આદત તરીકે જાળવવાની પ્રેરણા મળી છે. આમ, દરરોજ મહાત્મા ગાંધીના સંદેશને સ્વચ્છતા દિવસ તરીકે અનુસરવા માટે પ્રેરિત થાય છે.
શ્રીમતી કંસલનો અભિપ્રાય છે કે તંદુરસ્ત જીવન માટે સ્વચ્છ વાતાવરણ આવશ્યક છે અને લોકોને તે કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આ જ રીતે સ્વચ્છતા અભિયાન સ્પર્ધા દરમિયાન પાંચ રેલવે કોલોનીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.