Western Times News

Gujarati News

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થા દ્વારા રમતગમત સ્પર્ધાનું આયોજન

અમદાવાદ, વેસ્ટર્ન રેલવે વિમેન્સ વેલ્ફેર ઓર્ગેનાઈઝેશન અમદાવાદ દ્વારા અમદાવાદ ડિવિઝનમાં એડીએસએ ક્રિકેટ ગ્રાઉન્ડ સાબરમતી ખાતે ઈનામ વિતરણ સમારોહ અને સમાપન સાથે રમતગમત સ્પર્ધા જાેશ-૨૦૨૨નું આયોજન કરવામાં આવ્યું હતું.

વેસ્ટર્ન રેલવે વુમન્સ વેલ્ફેર ઓર્ગેનાઈઝેશન, અમદાવાદના પ્રમુખ શ્રીમતી ગીતિકા જૈને જણાવ્યું હતું કે જાેશ-૨૦૨૨ સ્પોર્ટ્‌સ કોમ્પિટિશન જેમાં ૧૯મી ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ ઓફિસર્સ ક્લબ ગાંધીગ્રામ ખાતે અને ૨૬મી ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ એડીએસએ ક્રિકેટ ગ્રાઉન્ડ સાબરમતી ખાતે ૩૫૦થી વધુ રેલવે કર્મચારીઓ વિવિધ ૧૦ પ્રકારની ઇવેન્ટમાં ભાગ લેશે. જેમાં ૬ થી ૧૭ વર્ષના બાળકોએ ભાગ લીધો હતો.

શ્રીમતી જૈને જણાવ્યું હતું કે આ કાર્યક્રમના આયોજનની શરૂઆતમાં અમે વિચાર્યું ન હતું કે આ કાર્યક્રમ આટલો સફળ થશે. અમારો પ્રયાસ માત્ર કંઈક સારું કરવાનો હતો. આપ સૌના વિશ્વાસ અને અમારી સંસ્થાના સભ્યોના અથાક પ્રયાસોથી આ કાર્યક્રમ સફળ થયો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.