પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થાએ ‘મહિલા દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરી
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંસ્થા, અમદાવાદના શ્રીમતી પ્રમુખ ગીતિકા જૈનની આગેવાની હેઠળ અમદાવાદ મંડળ કાર્યાલયમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2022 ની થીમ ‘જેન્ડર ઈકવેલીટી ફોર એ સસ્ટેનેબલ ટુમોરો’ હતી.
આ કાર્યક્રમ દરમિયાન મંડળ કાર્યાલયમાં ઘણી સિંગલ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેમકે રંગોળી,પૂજા થાળીનું શણગાર, ફૂલોનું શણગાર, ફૂલ શણગાર વગેરેનું આયોજન કરવામાં આવ્યું
આ ઉપરાંત વુમન એમ્પાવરમેન્ટ પર ડોક્યુમેન્ટ્રી, સાંસ્કૃતિક કાર્યક્રમો, વુમન હેલ્થ પર સેમિનાર, ફૂડ એન્ડ ન્યુટ્રીશન પર ટોક શો, ફિટનેસ અને યૂ પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે શ્રીમતી જૈને જણાવ્યું કે માત્ર ભારતીય સમાજમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મહિલાઓની ભૂમિકા હંમેશાથી ખૂબ મહત્વની રહી છે, જો આપણે પરિવારની વાત કરીએ સમાજની કે રાજનીતિની કે પછી અર્થવ્યવસ્થાની, દરેક જગ્યાએ મહિલાઓ પોતાની ભૂમિકા ખૂબ સારી રીતે નિભાવી રહી છે.
બાળકને જન્મ આપીને માતા ના રૂપમાં તેનું પાલન-પોષણ કરતા સ્ત્રી હંમેશા માર્ગદર્શક તરીકે, શિક્ષક ના રૂપમાં, નવા સમાજના નિર્માણમાં પાયા તરીકે હંમેશા હાજર રહી છે ભારત જેવા પુરૂષ પ્રભુત્વ પ્રધાન ધરાવતા દેશમાં પણ મહિલાઓએ પોતાના કૌશલ્ય દ્વારા પોતાની આગવી ઓળખ બનાવી છે.
આજે મહિલાઓ પુરૂષો સાથે ખભેથી ખભા મિલાવીને ચાલે છે, આજે દુનિયામાં એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં મહિલાઓએ પોતાની જાતને સાબિત ન કરી હોય, મહિલાઓએ દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભાનું પ્રભુત્વ બનાવ્યું છે.
આ કાર્યક્રમ દરમિયાન શ્રીમતી જૈન દ્વારા મંડળ પર કાર્યરત 26 મહિલા કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા.
વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી સુનીલ બિશ્નોઈના માર્ગદર્શન હેઠળ કાર્મિક વિભાગની કલ્યાણ ટીમ દ્વારા આ કાર્યક્રમનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું .