પશ્ચિમ રેલ્વેએ અતિઆવશ્યક સામગ્રીના પરિવહન માટે માલગાડીઓના ૧૬,૦૦૦ રેક નો ઉપયોગ કર્યો

અમદાવાદ, કોરોનાવાયરસ ના કારણે જાહેર પૂર્ણ લોકડાઉન અને વર્તમાન પરિદ્રશ્ય દરમિયાન પરિવહન અને મજૂરીના સૌથી મુશ્કેલ પડકારો જોવા છતાં પશ્ચિમ રેલવેએ તેની લોડિંગ ગતિવિધિઓ નિરંતર ચાલુ રાખી છે.
આ વાત સ્પષ્ટ થાય છે કે લોકડાઉન દરમિયાન કઠિન પડકારો હોવા છતાં, ૧૬ હજારથી વધુ રેક દ્વારા પશ્ચિમ રેલ્વે મોટી માત્રામાં માલ પરિવહન કરવામાં સફળ રહી છે.આ મહત્વની સિદ્ધિ ફક્ત પશ્ચિમ રેલ્વેના સખત મહેનતી અધિકારીઓ અને વફાદાર કર્મચારીઓના સામૂહિક પ્રયત્નોને કારણે શક્ય થઈ છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલા એક અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૨ માર્ચ, ૨૦૨૦ થી લાગુ પૂર્ણ લોકડાઉન અને હાલના આંશિક લોકડાઉન દરમિયાન ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિઓ હોવા છતાં, વેસ્ટર્ન રેલ્વેએ ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૦ સુધી ૧૬,૧૫૨ માલ ગાડીઓ લોડ કરીને સરાહનીય કાર્ય કર્યું છે.
જેના પરિણામે રૂ. ૪૨૭૨ કરોડ નું રાજસ્વ પ્રાપ્ત થયું છે. વિવિધ સ્ટેશનો પર શ્રમશક્તિ ની અછત હોવા છતાં, વેસ્ટર્ન રેલ્વે તેની માલગાડીઓ દ્વારા દેશભરમાં જરૂરી સામગ્રીનું પરિવહન સુનિશ્ચિત કરી રહ્યું છે.¶
તેમાં પીઓએલના ૧૬૮૫, ખાતરોના ૩૦૨૮, મીઠાના ૮૪૮, અનાજના ૧૫૨, સિમેન્ટના ૧૪૧૦, કોલસાના ૫૬૧, કન્ટેનરના ૭૩૬૮ અને જનરલ ગુડસ ના ૭૦ રેકનો સમાવેશ થાય છે,
જેમાં દેશના પૂર્વ પ્રદેશો સહિત કુલ ૩૩.૯૧ મિલિયન ટન વજન વાળી માલ ગાડીઓનો ને મોકલવામાં આવી.
આ ઉપરાંત, મિલેનિયમ પાર્સલ વાન અને દૂધની વેગનનાં વિવિધ રેક્સ, દવાઓ, તબીબી કીટ, સ્થિર ખોરાક, દૂધની પાવડર અને પ્રવાહી દૂધ જેવી વિવિધ આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય કરવા માટે ઉત્તર અને ઉત્તર પૂર્વી પ્રદેશોમાં મોકલવામાં આવ્યા હતા.