પશ્ચિમ રેલ્વેના કર્મચારીઓને ઉત્કૃષ્ટ સેવા માટે પ્રમાણપત્ર અને રોકડ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા
પશ્ચિમ રેલ્વેના એડિશનલ જનરલ મેનેજર શ્રી આલોકકુમારે પશ્ચિમ રેલ્વેની ચર્ચગેટના પ્રધાન કાર્યાલયમાં સંવાદ હોલમાં આયોજિત કાર્યક્રમમાં 29 મી જૂન, 2021 ના રોજ ઉત્તમ કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કર્યા હતા.
વર્ષ 2020-21માં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રધાન કાર્યાલયના એવોર્ડ વિજેતાઓને મેરીટ પ્રમાણપત્ર અને રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા, જ્યારે વિવિધ મંડળના એવોર્ડ વિજેતા અધિકારીઓ અને કર્મચારીઓને વેબ લિંક્સ દ્વારા વર્ચ્યુઅલ રીતે સન્માનિત કરવામાં આવ્યા હતા.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરાયેલ એક પ્રેસ રિલીઝ મુજબ, પ્રધાન કાર્યાલય સહિત છ મંડળના કુલ 217 અધિકારીઓ અને કર્મચારીઓને એવોર્ડ આપવામાં આવ્યા હતા, જેમાંથી 216 વ્યક્તિગત પુરસ્કારો હતા જ્યારે એક ગ્રુપ એવોર્ડ R&D ને આપવામાં આવ્યો હતો (મુખ્ય) આ એવોર્ડ વેસ્ટર્ન રેલ્વે સર્ટિફિકેશન હેન્ડબુક માટે આપવામાં આવ્યો હતો.
શ્રી આલોકકુમાર, એડિશનલ જનરલ મેનેજર, પશ્ચિમ રેલ્વે વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓને ઉત્કૃષ્ટ કામગીરી માટે મેરીટ સર્ટિફિકેટ અને રોકડ ઇનામ આપતા.
એવોર્ડ સમારંભને સંબોધન કરતાં શ્રી આલોકકુમારે એવોર્ડ વિજેતાઓને તેમના અનુકરણીય પ્રદર્શન માટે અભિનંદન આપ્યા અને કોવિડ મહામારીના મુશ્કેલ સમયમાં પણ તેમની ફરજ પ્રત્યેના તેમના સમર્પણની પ્રશંસા કરી. તેમણે રેલ્વે કર્મચારીઓના મનોબળને વેગ આપ્યો અને ઉત્તમ પ્રદર્શન ચાલુ રાખવા પ્રોત્સાહિત કર્યા.
આ પ્રસંગે ડેપ્યુટી જનરલ મેનેજર (જનરલ) વેસ્ટર્ન રેલ્વે શ્રી પરીક્ષિત મોહનપુરીયા, મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર, સેક્રેટરી (જન શિકાયત) શ્રી રાકેશ કુમાર અને પશ્ચિમ રેલ્વેના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.