Western Times News

Gujarati News

પશ્ચિમ રેલ્વેના ભવ્ય ભૂતકાળની જૂની અને હેરિટેજ વસ્તુઓનું પ્રદર્શન યોજાયું

વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે અમદાવાદ ડિવિઝન પર પ્રદર્શનનું આયોજન કરાયું

વેસ્ટર્ન રેલ્વેના અમદાવાદ ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરની ઓફિસમાં 18 એપ્રિલ 2024 ના રોજ વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે પશ્ચિમ રેલ્વેના ભવ્ય ભૂતકાળની જૂની અને હેરિટેજ વસ્તુઓનું એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી સુધીર કુમાર શર્માના માર્ગદર્શન હેઠળ વરિષ્ઠ ડિવિઝનલ ઓપરેશન્સ મેનેજર (જી) શ્રી થંગાબાલન સ્વામીનાથન દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી લોકેશ કુમાર સહિત વિભાગના તમામ શાખા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ હેરિટેજ એક્ઝિબિશનમાં ભૂતકાળની અને હેરિટેજ મહત્વની ઘણી જૂની હેરિટેજ પ્રદર્શિત કરવામાં આવી હતીજેમાં નેરોગેજ ટ્રેનનો ઈતિહાસ, લાકડાની દિવાલ ઘડિયાળ,અપ અને ડાઉન લાઇન બ્લોક સિસ્ટમટ્રેઇલ લેમ્પદૂરબીનફોનિક્સસ્કેલપ્રેસિંગ મશીન,. હેન્ડ સિગ્નલસીલ મશીનોસ્ટેમ્પપુસ્તકોજૂની ટિકિટ અને ટિકિટ મશીનથર્મોમીટરજૂના સ્ટેશનોના ફોટોગ્રાફ્સપ્રેશર ગેજ અને અન્ય ઘણી હેરિટેજ સામગ્રીઓ નિરીક્ષણ માટે મૂકવામાં આવી હતી.

આ પ્રદર્શન દ્વારાઅમે અમારા સમૃદ્ધ રેલવે વારસાને જાળવવાનો સંકલ્પ કર્યો છે અને અમને બધાને અમારા વારસાના મહત્વને સમજવાની અને તેના સંરક્ષણ વિશે સભાન બનાવવાની તક આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.