પશ્ચિમ રેલ્વે અને ગુજરાતની પ્રથમ પાર્સલ સ્પેશ્યલ કાંકરિયાથી પશ્ચિમ બંગાળ સુધી ચલાવવામાં આવી
કોરોના લોકડાઉન ને કારણે, દેશમાં આવશ્યક ચીજવસ્તુઓ નો પુરવઠો જળવાઈ રહે તે માટે પશ્ચિમ રેલ્વે દ્વારા 3 રૂટો પર કુલ 16 ટ્રિપ ટાઇમ ટેબલડ પાર્સલ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.
અમદાવાદ મંડળ ના મંડળ રેલ્વે મેનેજર શ્રી દિપકકુમાર ઝાએ માહિતી આપી હતી કે આમાંથી પ્રથમ ટ્રેન અમદાવાદ મંડળ ના કાંકરિયા ગુડ્ઝ શેડ થી પશ્ચિમ બંગાળના સંકરેલ સ્ટેશન સુધી લોડ કરવામાં આવી છે. આ ટ્રેનમાં દવાઓ, તબીબી ઉપકરણો, બિસ્કીટ, મિલ્કફૂડ, ખાદ્યતેલ, મસાલા અને કરિયાણા લોડ કરવામાં આવ્યા છે. કાંકરિયા થી તેમાં અમૂલ પ્રોડક્ટ લોડ કરવામાં આવી છે, રૂટ સ્ટેશનો પર થી પાર્સલ લોડિંગ ની સુવિધા આપવામાં આવી છે.
વાપસી માં આ ટ્રેન 4 એપ્રિલ ના રોજ 22.30 વાગ્યે સંકરેલથી ઉપડશે અને 6 એપ્રિલના રોજ 18.15 વાગ્યે કાંકરિયા પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં આણંદ, વડોદરા, સુરત, પાલડી, જલગાંવ, ભુસાવાલ, નાગપુર, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા, ટાટાનગર, અને ખડગપુર સ્ટેશનો પર રોકાશે. આ દરમિયાન તે 2073 કિ.મી.નું અંતર કાપશે.
બીજી પાર્સલ સ્પેશ્યલ તારીખ 1, 3, 6, 8, 11 અને 13 એપ્રિલ, 2020 ના રોજ 20:00 વાગ્યે બાંદ્રા ટર્મિનસ થી ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 11.30 વાગ્યે લુધિયાણા પહોંચશે. આ સમય દરમિયાન આ ટ્રેન 1705 KM નું અંતર કાપશે. આ ટ્રેન વાપી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, અજમેર, જયપુર, દિલ્હી અને અંબાલા સ્ટેશનો પર રોકાશે.
ઉલ્લેખનીય છે કે કાંકરિયા થી કોલકાતા ના સંકરેલ માટે અમૂલ દૂધ પ્રોડક્ટ થી ભરેલ 16 ડબ્બા અને 03 ડબ્બા રાયપુર માટે લોડ કરવામાં આવ્યા છે, જેમાં કુલ 396 ટન દૂધ ની પ્રોડક્ટ નું લોડીંગ કરવામાં આવ્યું છે.
શ્રી ઝા ના જણાવ્યા અનુસાર અમદાવાદ મંડળ દ્વારા 15 માર્ચ થી અત્યાર સુધીમાં 8 માલગાડીઓ માં પાલનપુર થી પલવલ માટે દૂધ મોકલવા માં આવ્યું છે, જ્યારે કાંકરિયા અને લિંચ સ્ટેશન થી દૂધ ઉત્પાદન ના પાંચ રેક લોડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ખાદ્યતેલ, ખાદ્ય ચીજો, દૂધના ઉત્પાદનો વાળા પાલનપુર અને કાંકરિયા થી 6 રેક લોડ કરાયા છે. મંડળ દ્વારા આ મહિનાના છેલ્લા 15 દિવસમાં કુલ 11796 ટન ખાદ્ય ચીજો અને 53.20 લાખ લિટર દૂધ નું પરિવહન કરવામાં આવ્યુ છે.