પશ્ચિમ રેલ્વે કાર્યાલયોના તમામ કામો હિન્દી ભાષામાં કરીને રાજભાષાનો ઉપયોગ વધારવામાં આવશે
પશ્ચિમ રેલ્વેની ક્ષેત્રીય રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકમાં જનરલ મેનેજર ધ્વારા કમ્પ્યુટરો પર હિન્દીમાં કામ માટે હાકલ કરી
પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલની અધ્યક્ષતામાં પશ્ચિમ રેલ્વેની ક્ષેત્રીય રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠક 11 ડિસેમ્બર, 2020 ને શુક્રવારે પશ્ચિમ રેલ્વેના મુખ્યાલય ખાતે આયોજિતકરવામાં આવી હતી. જનરલ મેનેજર શ્રી કંસલે સમિતિના સભ્યોને સંબોધન કરતાં કહ્યું કે હિન્દી ભાષા એ ભારતીયની ભાવનાઓ અને વિચારો વ્યક્ત કરવાનું એક સાધન નથી પરંતુ તેની સાથે ભારતની સાંસ્કૃતિક,ધાર્મિક અને આધ્યાત્મિક મૂલ્યો પણ સંકળાયેલ છે.
આ રીતે, રાજભાષા હિન્દી ભારતીય સમાજ અને દેશને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. હિન્દી શબ્દકોશ ખૂબ જ વ્યાપક છે અને તેમાં વૈજ્ઞાનિક,ઇજનેરી અને તકનીકી સંકલ્પનાઓને પણ વ્યક્ત કરવાની સંપૂર્ણ ક્ષમતા છે. તેથી જ ભારતીય બંધારણમાં તેને રાજભાષા તરીકે માન્યતા આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે તેની શ્રેષ્ઠતા ફક્ત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાજભાષા હિન્દીના સતત ઉપયોગ અને પરિભ્રમણ દ્વારા જ સાબિત થઈ શકે છે.
શ્રી કંસલે કહ્યું કે માહિતી ટેકનોલોજીએ નવી ક્રાંતિને જન્મ આપ્યો છે અને કમ્પ્યુટર આ ક્રાંતિનું શક્તિશાળી માધ્યમ છે. બજારમાં આવા ઘણાં સોફ્ટવેર ઉપલબ્ધ છે,જેના દ્વારા કમ્પ્યુટર પર હિન્દીમાં કામ કરવું એ દિવસેને દિવસે સરળ થતું જાય છે. તેથી,તેમણે પશ્ચિમ રેલ્વેના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને માહિતી ટેકનોલોજીનો મહત્તમ લાભ લઈને ભારતને ‘ડિજિટલ ભારત’ બનાવવામાં પોતાનું નોંધપાત્ર યોગદાન આપવા અનુરોધ કર્યો છે.
રાજભાષાની બેઠકની શરૂઆતમાં, પશ્ચિમ રેલ્વેના મુખ્ય રાજભાષા અધિકારી ધ્વારા સમિતિના અધ્યક્ષ અને જનરલ મેનેજર,અપર જનરલ મેનેજર,ગૃહ મંત્રાલયના નાયબ નિયામકો,રેલવેના તમામ વિભાગાધ્યક્ષો, તમામ મંડળ રેલ પ્રબંધકો અને અપર મંડળ રેલ પ્રબંધકો,તમામ મુખ્ય કારખાના પ્રબંધકો અને અન્ય વરિષ્ઠ રેલ્વે અધિકારીઓને આવકારતાં તેમણે કહ્યું કે રાષ્ટ્રીયતા,ભારતીયતા અને એકતા હિન્દીનો મૂળ આધાર છે.
હાલમાં હિન્દી, ભારત સરકાર અને દેશના સામાન્ય લોકો વચ્ચે સંવાદની ભાષા તરીકે અર્થપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. કાર્યાલયોના તમામ કામો હિન્દીમાં કરીને રાજભાષા હિન્દીનો ઉપયોગ વધારવામાં આવશે અને ભારત સરકારની રાજભાષા નીતિ પણ ખરા અર્થમાં અનુસરવામાં આવશે. આ બેઠકમાં પશ્ચિમ રેલ્વેના પ્રધાન કાર્યાલય, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થિત 6 મંડળો અને 6 કારખાનાઓમાં છેલ્લા ત્રણ તીમહિયા દરમિયાન રાજભાષા અમલીકરણમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.
રાજભાષાના અમલીકરણમાં થયેલી પ્રગતિના આંકડા સમિતીના સભ્ય સચિવ ડો.સુશીલકુમાર શર્મા દ્વારા રજૂ કરાયા હતા. આ બેઠકમાં ગૃહ મંત્રાલયથી નાયબ નિયામક શ્રીમતી સુષ્મિતા ભટ્ટાચાર્ય તથા ડોં. વિશ્વનાથ ઝા અને પશ્ચિમ રેલ્વેના પ્રમુખ વિભાગાધ્યક્ષો પણ હાજર હતા. આખરે પશ્ચિમ રેલ્વેના વરિષ્ઠ રાજભાષા અધિકારી શ્રી અશોક કુમારના આભાર માન સાથે બેઠકનું સમાપન કરવામાં આવ્યું.