Western Times News

Gujarati News

પશ્ચિમ રેલ્વે ચલાવશે બાંદ્રા ટર્મિનસ અને ચંદીગઢ વચ્ચે સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ થઈને બાંદ્રા ટર્મિનસ અને ચંડીગઢ વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેનની વિગત નીચે મુજબ છેઃ ટ્રેન નંબર ૦૪૫૩૯/૦૪૫૪૦ બાંદ્રા ટર્મિનસ – ચંદીગઢ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ઃ ટ્રેન નંબર ૦૪૫૩૯ બાંદ્રા ટર્મિનસ – ચંદીગઢ સ્પેશિયલ તારીખ ૨૬ જુલાઇ ૨૦૨૧ થી દર સોમવાર અને ગુરુવારે બાંદ્રા ટર્મિનસથી ૧૨ઃ૦૦ વાગ્યે ઉપડશે

અને બીજા દિવસે બપોરે ૧૪ઃ૨૦ વાગ્યે ચંડીગઢ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૪૫૪૦ ચંદીગઢ – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ તારીખ ૨૫ જુલાઇ ૨૦૨૧ થી દર બુધવાર અને રવિવારે ચંદીગઢથી સવારે ૦૫ઃ૩૫ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે ૦૭ઃ૩૫ વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.

માર્ગમાં બંને દિશામાં આ ટ્રેનને બોરીવલી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, ફાલના, મારવાડ જંકશન, અજમેર, ફુલેરા, રીંગસ, શ્રીમાધોપુર, નીમ કા થાના, નારનૌલ, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, પાનીપત, કરનાલ અને અંબાલા કેન્ટ સ્ટેશનો પર રોકશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સેકન્ડ સિટિંગ માટેના આરક્ષિત કોચ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.