પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ – બરૌની અને અમદાવાદ – ગોરખપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે
પશ્ચિમ રેલ્વે ધ્વારા મુસાફરોની માંગ અને સુવિધા માટે અમદાવાદ – બૌરોની અને અમદાવાદ – ગોરખપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંડળ રેલ પ્રબંધક દીપક કુમાર ઝા ના અનુસાર આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નિમ્નનુસાર છે:-
1. ટ્રેન નંબર 09483/09484 અમદાવાદ – બરૌની એક્સપ્રેસ (દૈનિક)
ટ્રેન નંબર 09483 અમદાવાદ – બરૌની એકસપ્રેસ, 01 માર્ચ 2021થી આગામી સૂચના સુધી દરરોજ અમદાવાદથી રાત્રે 00:25 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે 18:40 વાગ્યે બરૌની પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 09484 બરૌની – અમદાવાદ સ્પેશિયલ બરૌની થી 19:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 12:40 વાગ્યે અમદાવાદ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં આણંદ, વડોદરા, સુરત, નંદુરબાર, દોંડાઈચા, અમલનેર, ભુસાવલ, ઇટારસી, હબીબગંજ, લલિતપુર, ટીકમગઢ, ખડકપુર, મહારાજા છત્રસાલ છતરપુર, ખજુરાહો, મહોબા, બંદા, ચિત્રકૂટ, પ્રયાગરાજ ચોકી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંક્શન, બક્સર, આરા, દાનાપુર, હાજીપુર, મુઝફ્ફરપુર અને સમસ્તીપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી થર્ડ એસી સ્લીપર અને સામાન્ય વર્ગના આરક્ષિત કોચ રહેશે.
2. ટ્રેન નંબર 09489/09490 અમદાવાદ – ગોરખપુર એક્સપ્રેસ (અઠવાડિયામાં 6 દિવસ)
ટ્રેન નંબર 09489 અમદાવાદ – ગોરખપુર એક્સપ્રેસ સ્પેશીયલ 02 માર્ચ 2021થી દરરોજ (સોમવાર સિવાય) અમદાવાદથી સવારે 9.10 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 18:15 વાગ્યે ગોરખપુર પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 09490 ગોરખપુર – અમદાવાદ એક્સપ્રેસ સ્પેશિયલ 03 માર્ચ 2021થી દરરોજ (મંગળવાર સિવાય) ગોરખપુરથી 21:30 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 04:10 વાગ્યે અમદાવાદ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં આણંદ, છાયાપુરી, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, વિદિશા, બીના, સાગર, દમોહ, કટની, મૈહર, સતના, પ્રયાગરાજ ચોકી, વારાણસી, મઉ અને દેવરિયા સદર સ્ટેશનો પર રોકાશે.