પશ્ચિમ રેલ્વે દ્વારા કાંકરિયા અને ખુર્દા રોડ વચ્ચે પાર્સલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય
પશ્ચિમ રેલ્વે દ્વારા આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન સિવાય જરૂરી દવાઓ પહોંચાડવા માટે બે સેવાઓવાળી પાર્સલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાર્સલ સ્પેશિયલ ટ્રેન કાંકરિયા અને ખુર્દા રોડ સ્ટેશન વચ્ચે દોડશે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી રવિન્દ્ર ભાકર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, અમદાવાદ ના કાંકરિયા થી ઓડિશા ના ખુર્દા રોડ વચ્ચે પાર્સલ સ્પેશિયલ ટ્રેન ચાલશે.
ટ્રેન નંબર 00989 કાંકરિયા – ખુર્દા રોડ પાર્સલ સ્પેશિયલ ટ્રેન કાંકરિયા થી 18 જૂન 2020 ના રોજ 23:50 વાગ્યે ઉપડશે અને 20 જૂન 2020 ના રોજ ના રોજ 11.30 વાગ્યે ખુર્દા રોડ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 00990 પાર્સલ સ્પેશિયલ ટ્રેન 20 જૂન 2020 ના રોજ ખુર્દા રોડ થી 22.30 કલાકે ઉપડશે અને 22 જૂન 2020 ના રોજ 10.10 કલાકે કાંકરિયા પહોંચશે. આ ટ્રેન આણંદ, રતલામ, મક્સી, ભોપાલ, બીના જંકશન, કટની મુરવારા, બિલાસપુર, ઝારસુગુડા રોડ અને સંબલપુર સિટી સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.