પશ્ચિમ રેલ્વે દ્વારા પાર્સલ સ્પેશિયલ ટ્રેનોથી દેશના વિવિધ ભાગો સુધી 21 હજાર ટન થી વધુ અત્યાવશ્યક સામગ્રી નું પરિવહન
કોરોના વાયરસ મહામારી ના લોકડાઉન દરમિયાન મર્યાદિત પરિવહન વિકલ્પો ની સાથે ચુનોતીપૂર્ણ સ્થિતિઓ હોવા છતાં પશ્ચિમ રેલ્વે દ્વારા નાના પાર્સલ જેવા દવાઓ, તબીબી ઉપકરણો, અનાજ વગેરે જેવી આવશ્યક વસ્તુઓ ની પરિવહન ની જ્વાબદારી બખૂબી નિભાવી રહી છે નોધપાત્ર છે કે પશ્ચિમ રેલ્વે પોતાના ગ્રાહકો ની જરૂરતો પૂરી કરવા માટે પ્રતિબદ્ધ રહી છે.
પશ્ચિમ રેલ્વે ના મુખ્ય જનસમ્પર્ક અધિકારી શ્રી રવિન્દ્ર ભાકર દ્વારા જારી એક પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર 23 માર્ચ, 2020 થી 29 એપ્રિલ 2020 સુધી પાછલા 38 દિવસ દરમિયાન 21000 ટન થી વધારે અત્યાવશ્યક વસ્તુઓ ને વિભિન્ન પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દ્વારા દેશના વિવિધ ભાગો માં મોકલવામાં આવ્યો. જેમાં કૃષિ પેદાશો, દવાઓ, માછલી, દૂધ વગેરે શામિલ છે. આ પરિવહન ના માધ્યમ થી થવા વાળી આવક લગભગ 6.61 કરોડ છે. લગભગ 13000 ટન વજન અને વેગનનો 100% ઉપયોગ કરીને 2.22 કરોડથી વધુની આવક પ્રાપ્ત કરવા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા અઢાર દૂધની ખાસ ટ્રેનો ચલાવવામાં આવી હતી.
એ જ રીતે 109 કોવિડ-19 સ્પેશિયલ પાર્સલ ટ્રેનો પણ આવશ્યક વસ્તુઓના પરિવહન માટે ચલાવવામાં આવી હતી, જેનાથી રૂ. 3.61 કરોડની આવક મળી હતી. આ ઉપરાંત 1864 ટન ના 4 ઇન્ડેન્ટ રેક્સ પણ 77.65 લાખ રૂપિયાથી વધુના આવક માટે 100% ઉપયોગ સાથે ચલાઇ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે 30 એપ્રિલ, 2020 ના રોજ પશ્ચિમ રેલ્વે થી દેશના જુદા જુદા ભાગો માટે, જેમાં પોરબંદર – શાલીમાર, બાંદ્રા ટર્મિનસ – લુધિયાના, રાજકોટ – કોયમ્બતુર, કરમબેલી-ન્યુ ગુવાહાટી, ભુજ-દાદર, બાંદ્રા ટર્મિનસ – ઓખા, ઓખા- બાંદ્રા ટર્મિનસ પાર્સલ સ્પેશિયલ ટ્રેનો શામેલ છે. આ સિવાય એક દૂધ ની રેક પાલનપુર થી હિંદ ટર્મિનલ માટે પણ ચલાવવામાં આવી હતી. તે નોંધપાત્ર છે કે પશ્ચિમ રેલવે એ પાર્સલ બુકિંગ થી સંબંધિત સહાય માટે વાણિજ્યિક કર્મચારીઓ દ્વારા 9004490982 પણ ઉપલબ્ધ છે. આ હેતુ માટે એક ઇમેઇલ ID [email protected] પણ બનાવવામાં આવી છે.
શ્રી ભાકરે જણાવ્યું હતું કે 22 માર્ચ થી 29 એપ્રિલ, 2020 સુધી લોકડાઉન અવધિ દરમિયાન, માલગાડીઓ ની કુલ 2604 રેકો ના ઉપયોગ પશ્ચિમ રેલવે દ્વારા 5.67 મિલિયન ટન ની આવશ્યક વસ્તુઓ માટે થયો હતો. 5415 માલગાડીઓ ને અન્ય રેલવે સાથે જોડવામાં આવી, જેમાં 2740 ટ્રેનો અને 2675 માલગાડીઓ ને વિવિધ ઇન્ટર ચેંજ પોઈન્ટ પર લઈ જવામાં આવી. દૂધ પાવડર, પ્રવાહી દૂધ અને અન્ય સામાન્ય ગ્રાહક માલ જેવી જરૂરી વસ્તુઓ સપ્લાય કરવા માટે દેશના વિવિધ ભાગોમાં પાર્સલ વેન / રેલવે મિલ્ક ટેન્કર (આરએમટી) ના 133 મિલેનિયમ પાર્સલ રેક મોકલવામાં આવ્યા છે.
29 એપ્રિલ 2020 સુધી પશ્ચિમ રેલવે પર લોકડાઉન ને કારણે કુલ નુકસાન 662.87 કરોડ હોવાનો અંદાજ છે (ઉપનગરીય + બિન-ઉપનગરીય સહિત). આમ હોવા છતાં ટિકિટ રદ કરવાના કારણે પશ્ચિમ રેલવે એ રૂ. 205.77 કરોડ નું રિફંડ કર્યું છે. અત્યાર સુધી, 32.45 લાખ મુસાફરોએ સમગ્ર પશ્ચિમ રેલ્વે પર તેમની ટિકિટો રદ કરી છે અને તે મુજબ તેમના રિફંડ ની રકમ પ્રાપ્ત કરી છે.