પશ્ચિમ રેલ્વે દ્વારા 7 પાર્સલ એક્સપ્રેસ ટ્રેનોની 36 સેવાઓની જાહેરાત

કોરોના લોકડાઉન દરમિયાન દેશના જુદા જુદા ભાગોમાં જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવશે
પશ્ચિમ રેલ્વે દ્વારા દેશવ્યાપી લોકડાઉન દરમિયાન દેશના જુદા જુદા ભાગોમાં નાના પાર્સલો ને મેડિકલ સપ્લાય, મેડિકલ સાધનો, ખાદ્ય ચીજવસ્તુઓ જેવી જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય ચાલુ રાખવા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા ગત સપ્તાહે 4 પાર્સલ એક્સપ્રેસ ટ્રેનોની 18 સેવાઓને એમના ટાઈમ ટેબલ મુજબ ચલાવવામાં આવી રહી છે આ ક્રમમાં પશ્ચિમ રેલ્વે દ્વારા વધુ સાત પાર્સલ એક્સપ્રેસ ટ્રેનો દોડાવવાનું આયોજન બાન્દ્રા ટર્મિનસ – ઓખા, મુંબઇ સેન્ટ્રલ – ફિરોજપુર, દાદર – ભુજ, પોરબંદર – શાલીમાર, સુરત – ભાગલપુર, અમદાવાદ – ગુવાહાટી અને લિંચ – સાલચપરા વચ્ચે કરવામાં આવ્યું છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી રવિન્દ્ર ભાકર દ્વારા જારી કરાયેલ એક અખબારી યાદી મુજબ, આવશ્યક માલસામાનની પરિવહન કરવામાં મુશ્કેલીઓ ઘટાડવા માટે 31 માર્ચથી 15 એપ્રિલ 2020 ની વચ્ચે 18 સેવાઓવાળી 4 ટાઇમ ટેબલ પાર્સલ એક્સપ્રેસ ટ્રેનો ચલાવવા ની યોજના બનાવા માં આવી હતી. હવે, વધુ 7 પાર્સલ એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેની વિગતો નીચે મુજબ છે:-
અમદાવાદ – ગુવાહાટી પાર્સલ સ્પેશ્યલ (4 ટ્રિપ્સ)
ટ્રેન નંબર 00915 અમદાવાદ-ગુવાહાટી પાર્સલ સ્પેશિયલ 10 અને 13 એપ્રિલ, 2020 ના રોજ અમદાવાદથી ઉપડશે અને ત્રીજા દિવસે 13.00 કલાકે ગુહાહાટી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 00916 ગુવાહાટી-અમદાવાદ ગુવાહાટીથી 13 અને 16 એપ્રિલ 2020 ના રોજ ઉપડશે, ત્રીજા દિવસે સવારે 10.00 વાગ્યે અમદાવાદ પહોંચશે.આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગડા, ઉજ્જૈન ,ભોપાલ, બીના, પ્રયાગરાજ છેવકી,પં. દીન દયાલ ઉપાધ્યાય, પાટલીપુત્ર, હાજીપુર, કટિહાર જંકશન અને ન્યૂ બોંગાઇગાંવ સ્ટેશન પર બંને દિશામાં રોકાશે.
દાદર – ભુજ પાર્સલ વિશેષ (6 ટ્રિપ્સ)
ટ્રેન નંબર 00925 દાદર – ભુજ પાર્સલ સ્પેશિયલ દાદરથી 11 અને 12 એપ્રિલ 2020 ના રોજ ઉપડશે. બીજા દિવસે સવારે 8.45 કલાકે ભુજ આવશે. આવી જ રીતે, ટ્રેન નંબર 00924 ભુજ – દાદર પાર્સલ સ્પેશિયલ ભુજથી 9, 10, 13 અને 14 એપ્રિલ 2020 ના રોજ સવારે 14.45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 05.45 વાગ્યે દાદર પહોંચશે. આ ટ્રેન વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, ધ્રાંગધરા, સામખિયાળી અને ગાંધીધામ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.
લિંચ – સાલચપરા પાર્સલ વિશેષ (2 ટ્રિપ્સ)
ટ્રેન નંબર 00909 લિંચ (ગુજરાત) – સાલચપરા (આસામ) પાર્સલ સ્પેશિયલ 9 એપ્રિલ, 2020 ના રોજ લિંચથી 18.00 કલાકે ઉપડશે અને 12 એપ્રિલ ના રોજ 19.00 કલાકે સાલચપરા પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 00910 13 એપ્રિલ 2020 ના રોજ સલચપરાથી 19.00 કલાકે ઉપડશે અને 16 એપ્રિલ 2020 ના રોજ 20.00 વાગ્યે લિંચ પહોંચશે. આ ટ્રેન પાલનપુર, અજમેર, જયપુર, ભરતપુર, અછનેરા, આગ્રા કિલ્લો, ટુંડલા, કાનપુર, પ્રયાગરાજ, પં. દીન દયાળ ઉપાધ્યાય, પટણા, સોનપુર, કટિહાર, ન્યૂ જલ્પાઇગુરી, ન્યૂ બોંગાઇગાં, ચાંગસરી અને ન્યુ ગુવાહાટી સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.
બાન્દ્રા ટર્મિનસ – ઓખા પાર્સલ વિશેષ (6 ટ્રિપ્સ)
ટ્રેન નંબર 00921 બાંદ્રા ટર્મિનસ – ઓખા પાર્સલ સ્પેશિયલ બાંદ્રા (ટી) થી 21.30 વાગ્યે તારીખ 9,10, 13 અને 14 એપ્રિલ 2020 ના રોજ બીજા દિવસે 15.00 વાગ્યે ઓખા પહોંચવા માટે ઉપડશે. આવી જ રીતે, ટ્રેન નંબર 00920 ઓખા – બાંદ્રા (ટી) પાર્સલ સ્પેશિયલ, ઓખાથી 11 અને 12 એપ્રિલ 2020 ના રોજ 13.30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 7.00 વાગ્યે બાંદ્રા (ટી) પહોંચશે. આ ટ્રેન વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, રાજકોટ અને જામનગર સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.
મુંબઇ સેન્ટ્રલ – ફિરોઝપુર પાર્સલ સ્પેશ્યલ (8 ટ્રિપ્સ)
ટ્રેન નંબર 00911 મુંબઈ સેન્ટ્રલ – ફિરોઝપુર પાર્સલ સ્પેશિયલ મુંબઇ સેન્ટ્રલથી 9, 10, 12 અને 14 એપ્રિલ 2020 ના રોજ 19.45 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 02.30 કલાકે ફિરોઝપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 00912 તારીખ 11, 12, 14 અને 16 એપ્રિલ 2020 ના રોજ ફિરોજપુરથી બીજા દિવસે સવારે 15.10 વાગ્યે મુંબઇ સેન્ટ્રલ પહોંચવા માટે ઉપડશે. આ ટ્રેન વાપી, સુરત, અંકલેશ્વર, વડોદરા, ગોધરા, રતલામ, નાગડા, કોટા, સવાઈ માધોપુર, ભરતપુર, મથુરા, નવી દિલ્હી, રોહતક અને ભટિંડા સ્ટેશનો પર રોકાશે.
પોરબંદર – શાલીમાર પાર્સલ વિશેષ (6 ટ્રિપ્સ)
ટ્રેન નંબર 00913 પોરબંદર – શાલીમાર પાર્સલ સ્પેશ્યલ પોરબંદર થી તારીખ 9, 12 અને 14 એપ્રિલ 2020 ને સવારે 8.00 વાગ્યે ઉપડ્શે ત્રીજા દિવસે 03.30 વાગ્યે શાલીમાર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 00914 શાલીમાર – પોરબંદર પાર્સલ સ્પેશિયલ શાલીમારથી તારીખ 11, 14 અને 16, 2020 ના રોજ 22.50 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 18.25 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન જામનગર, રાજકોટ, સુરેન્દ્ર નગર, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નંદુરબાર, ભુસાવલ, અકોલા, બડનેરા, નાગપુર, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા જંકશન, રાઉરકેલા, ચક્રધરપુર, ટાટા નગર અને ખડગપુર જંકશન બંને દિશામાં રોકાશે.
સુરત – ભાગલપુર પાર્સલ સ્પેશ્યલ (4 ટ્રિપ્સ)
ટ્રેન નંબર 00917 સુરત – ભાગલપુર પાર્સલ સ્પેશિયલ તારીખ 10 અને 12 એપ્રિલ 2020 ના રોજ સુરતથી 10.00 કલાકે ઉપડશે બીજા દિવસે 18.30 વાગ્યે ભાગલપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 00918 ભાગલપુર – સુરત ભાગલપુરથી 12 અને 14 એપ્રિલ 2020 ના રોજ ઉપડશે અને ત્રીજા દિવસે 01.00 વાગ્યે સુરત પહોંચશે. આ ટ્રેન નંદુરબાર, જલગાંવ, ભુસાવલ, ઇટારસી, જબલપુર, કટની, પં. દીન દયાળ ઉપાધ્યાય, બક્સર, દાનાપુર અને પટણા સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.
નોંધનીય છે કે, ભારત સરકારના ગૃહ સચિવે રેલવે હેઠળ નિયુક્ત અધિકારીઓને કોરોના લોકડાઉન દરમિયાન કર્મચારીઓ ને અવર જવર કરવા માટે પાસ ઇશ્યૂ કરવાનો અધિકાર આપ્યો છે. જે સ્વછતા ના માપદંડો નું સખ્ત પાલન કરવા અને સમાન ના ઉતાર ચઢાવ અને ગતિશીલતાનું યોગ્ય સંચાલન સુનિશ્ચિત કરી રહ્યા છે. આ સંદર્ભમાં અન્ય કોઇ પ્રશ્નો અથવા જરૂરી સહાય માટે, વેપારીઓ નીચે મુજબ પશ્ચિમ રેલ્વેના મંડળના અધિકારીઓનો સંપર્ક કરી શકે છે.
* કુ. અનિતા, મુંબઈ સેન્ટ્રલ 9004499958
* કુ.નિલમ, વડોદરા, 09724091952
* શ્રી અમિત સહાની રતલામ 09752492954
* શ્રી અતુલ ત્રિપાઠી, અમદાવાદ 09724093954
* શ્રી રાકેશ પુરોહિત, રાજકોટ 09724094952
* કુ. નીલા દેવી, ભાવનગર, 09724097951
શ્રી ભાકરે જણાવ્યું હતું કે 22 માર્ચથી 6 એપ્રિલ, 2020 સુધીના લોકડાઉનના સમયગાળા દરમિયાન, પશ્ચિમ રેલ્વે પર 1.84 મિલિયન ટન આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય માટે કુલ 872 રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 2120 આમાલગાડીઓ ને અન્ય રેલ્વે સાથે જોડવા આવી હતી, જેમાં 1084 ટ્રેનોને સોંપવામાં આવી હતી અને 1036 ટ્રેનને વિવિધ ઇન્ટરચેંજ પોઇન્ટ પર લઈ જવામાં આવી છે. દૂધના પાવડર, પ્રવાહી દૂધ અને અન્ય સામાન્ય ગ્રાહક માલ જેવી આવશ્યક ચીજવસ્તુઓની માંગને પહોંચી વળવા માટે પાર્સલ વેન / રેલ્વે મિલ્ક ટેન્કર (આરએમટી) ના 18 મિલેનિયમ પાર્સલ રેક્સ દેશના વિવિધ ભાગોમાં રવાના કરવામાં આવી છે.