પશ્ચિમ રેલ્વે પર “ ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન” અભિયાનનો મહાપ્રબંધક દ્વારા શુભારંભ
ભારતીય રેલવેની પહેલ પર પશ્ચિમ રેલવે દ્વ્રારા “ફિટ ઈડિયા ફ્રીડમ રન” અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ભારતસરકારના યુવા બાબતો અને ખેલ મંત્રાલયના નિર્દેશનમાં શરૂ કરેલ આ અભિયાનને આખી ભારતીય રેલવે પર ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 74માં સ્વતંત્રતા દિવસના અવસર પર 15 ઓગસ્ટ, 2020 થી શરૂ કરેલ આ અભિયાનને મહાત્મા ગાંધીજીની 151 મી જયંતિના ઉપલક્ષ્યમાં 2 ઓક્ટોબર, 2020 સુધી ચલાવવામાં આવશે.
પશ્ચિમ રેલવે પર આ અભિયાનને પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી આલોક કંસલ દ્વારા શરૂ કરવામાં આવ્યું. આ અભિયાનનું નેતૃત્વ કરતાં મહાપ્રબંધકે પોતાના નિવાસ્થાન અલ્ટામાઉન્ટ રોડથી ચર્ની રોડ સ્ટેશન સામે ગિરગાંવ ચોપાટી સુધી 5 કી.મી. ની પદ યાત્રા કરી આ ફિટનેસ પહેલની શરૂઆત કરી.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરેલ એક પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર મહાપ્રબંધકે બધા રેલકર્મીઓ તથા તેમના પરિવારના સભ્યો સાથે આ અવસર પર ખુલ્લાદિલથી આ અભિયાનમાં સહભાગિતા કરવાની અપીલ કરી હતી. તેમણે ગતિહીન જીવન શૈલી સાથે જોડાયેલી સ્વાસ્થ્ય સબંધી સમસ્યાઓ સાથે નીપટવા માટે દૈનિક આધાર પર વ્યાયામ તથા શારીરિક ક્રિયાકલ્પોને પ્રત્યેક વ્યક્તિ સુનિશ્ચિત કરવાનાહેતુસર પ્રોત્સાહિત કરીને આદર્શ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે ‘સ્વસ્થ શરીરમાં સ્વસ્થમસ્તિષ્કનો વાસ હોય છે જેનાથી નવ પરીવર્તન તથા નવા વિચાર ઉત્પન્ન થાય છે, જે આત્મનિર્ભર ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે આવશ્યક છે.
આવી પહેલની આ એક અનોખી વિશેષતા છે કે કોઈ પણ વ્યક્તિ ક્યાય પણ પોતાની સુવિધાનુસાર ચાલી કે દોડી શકે છેઆ અભિયાન અંતર્ગતકોઈ પણ વ્યક્તિ પોતાની સ્વાસ્થ્ય સ્થિતિ અને શારીરિક ક્ષમતા તેમજ સુવિધા અનુસાર પોતાની પસંદગીના લોકેશન અને સમયનું ચયન કરી શકે છે. તે કોઈ પણ સમયે રેસને, પોતાની ગતિ અનુસાર દોડી, જી.પી. એસ. એનેબલ વોચ અથવા કોઈ ટ્રેકિંગ એપ દ્વારા અથવા મેન્યૂઅલી પોતાની પ્રોગ્રેસને ટ્રેક કરી શકે છે.
શ્રી ઠાકુરે સૂચિત કર્યું હતું કે કોરોના મહામારી સામે લડવા માટે અપાયેલ સોશ્યલ ડિસ્ટન્સિંગના માપદંડોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના વિભિન્ન સ્થાનો પર ફિટ ઈન્ડિયા રન નું આયોજન કરવાં આવી રહ્યું છે. સમસ્ત છ મંડળો અને કારખાનાઓના રેલ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો દ્વારા આ અભિયાનમાં ભાગ લેવાઈ રહ્યો છે.
પશ્ચિમ રેલવે ખેલકૂદ સંઘના પદાધિકારીઓ સાથે જ પશ્ચિમ રેલવેના પ્રમુખ ખેલાડીઓ જેવા કે શ્રી સેબાસ્ટિયન જેવીયર [ઓલમ્પિક એવં અર્જુન પુરસ્કાર પ્રાપ્ત-તરણ], શ્રી પપ્પુ યાદવ [ઓલમ્પિક એવં અર્જુન પુરસ્કાર પ્રાપ્ત–કુસ્તી] શ્રીમતી તિગોલિયા ચાનૂ [અર્જુન પુરસ્કાર પ્રાપ્ત-હૉકી] કુ. દીપ ગ્રેસ એકકા [ઓલમ્પિક અને એશિયન ગેમ્સમાં રજત ચંદ્રકપ્રાપ્ત-હૉકી] કુમારી લીલીમા મીંજ [ઓલમ્પિક અને એશિયન ગેમ્સમાં ચંદ્રક વિજેતા-હૉકી],સુશ્રી નમિતા ટોપ્પો
[ઓલમ્પિક અને એશિયન રમતોમાં ચંદ્રકપ્રાપ્ત-હૉકી], સુશ્રી નવનીત કૌર [ઓલમ્પિક અને એશિયન રમતોમાં રજત ચંદ્રકપ્રાપ્ત-હૉકી], કુમારી પૂનમ રાઉત [ભારતીય ક્રિકેટ ટીમની સભ્યા], કુમારી રાજેશ્વરી ગાયકવાડ [ ભારતીય ક્રિકેટ ટીમની સદસ્યા] કુમારી સુલક્ષણા નાઇક [ભારતીય ક્રિકેટ ટીમની સદસ્યા], શ્રી રંગાસ્વામી [કોમનવેલ્થ રમતોમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત-ભારોત્તોલન], શ્રી પી. સુરેશ [ એશિયન ચેમ્પિયનશિપ સુવર્ણ ચંદક પ્રાપ્ત-પાવર લિફ્ટિંગ],
શ્રી અમિત રોહિદાસ [એશિયન રમતોમાં કાંસ્ય ચંદક પ્રાપ્ત-હૉકી], શ્રી નિલકાંત શર્મા [જુનિયર વર્લ્ડ કપ સુવર્ણ ચંદક વિજેતા- હૉકી], અને અન્ય કેટલાય આંતરરાષ્ટ્રીય એવં રાષ્ટ્રીય સ્તરના ખેલાઈઓને રેલ કર્મીઓ અને તેમના પરિવારજનોને પ્રોત્સાહિત કરવા માટે ફિટ ઈન્ડિયા રન માં ભાગ લીધો હતો. અત્યાર સુધી પશ્ચિમ રેલવેના 18,256 પ્રતિભાગીઓએ [અધિકારીઓ, ખેલાડીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો સહિત] કુલ મળીને 73,782 કિલોમીટરની વોકિંગ અથવા રનિંગ કરી છે. શ્રી ઠાકુરે જણાવ્યુ હતું કે “અમે મોટી સંખ્યામાં રેલ કર્મીઓને આ પહેલ સાથે જોડવાના તથા સ્વસ્થ જીવનચર્યા અપનાવવાના હેતુ માટે પ્રોત્સાહિત કરતાં રહીશું.”