Western Times News

Gujarati News

પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠને  ઓનલાઇન શિક્ષક દિનની ઉજવણી કરી

પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠનના પ્રમુખ શ્રીમતી તનુજા કંસલ-ઓનલાઇન શિક્ષક દિનના અવસર નિમિત્તે દેખાઈ  રહ્યા છે.

ભારત ના પૂર્વ રાષ્ટ્રપતિ, વિદ્વાન, દાર્શનિક અને ભારત રત્નથી સન્માનિત ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી ની ઉજવણી માટે દર વર્ષે 5 સપ્ટેમ્બરે ભારતમાં શિક્ષક દિનની મનાવામાં આવે છે.કોરોના વાયરસ રોગચાળા દરમિયાન જારી કરવામાં આવેલા સોશિયલ પ્રોટોકોલની માર્ગદર્શિકા ને ધ્યાનમાં રાખીને આ વખતે વેસ્ટર્ન રેલ્વે મહિલા વેલ્ફેર સંગઠનની અધ્યક્ષા શ્રીમતી તનુજા કંસલ દ્વારા શિક્ષક દિન ને સંગઠન ની સદસ્યાઓ સાથે ઓનલાઇન ઉજવણી કરવામાં આવી હતી.

વેસ્ટર્ન ટાઈમ્સ ગુજરાતી PDF ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી એક અખબારી યાદી મુજબ, શ્રીમતી તનુજા કંસલે વર્ચુઅલ પ્લેટફોર્મ પર કોંફ્રેન્સ દરમિયાન પોતાનાં વિચારો વ્યક્ત કર્યા.  દરેક બાળકના પ્રથમ શિક્ષક તરીકે તેમણે વિશ્વની દરેક માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને તમામ શિક્ષકોને પણ માન આપ્યું કે જેમણે હંમેશાં માર્ગદર્શન આપ્યું છે અને આપણા જીવનને ઘણી રીતે આકાર આપવામાં મદદ કરી છે.

શ્રીમતી કંસલે આપણી પ્રાચીન ગુરુકુલ શિક્ષણ પ્રણાલી અને ગુરુ-શિષ્ય પરંપરા પર પણ પ્રકાશ પાડ્યો હતો જે અનેક સદીઓથી અને હાલના સમયમાં પણ અસ્તિત્વમાં છે.  તેમણે ગુરુ-શિષ્ય પરંપરા વિશે દૃષ્ટાંત આપતી વખતે, ચંદ્રગુપ્ત મૌર્ય સાથે ગુરુ ચાણક્ય અને અર્જુન અને એકલવ્ય સાથે ગુરુ દ્રોણાચાર્યના નામનો પણ ઉલ્લેખ કર્યો.

આ ઓનલાઇન પરિષદમાં વિધા ની દેવી, સરસ્વતી અને માનનીય ગુરુઓનું સન્માન કરવા માટે નૃત્યો પણ રજૂ કરવામાં આવ્યા હતા.  પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા સંચાલિત બધવાર પાર્ક નર્સરી સ્કૂલના શિક્ષકો અને કેરટેકર્સને તેમની મહેનત અને નોંધપાત્ર યોગદાન બદલ સન્માનિત કરાયા હતા.  આ વર્ચુઅલ પ્રોગ્રામમાં પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન ના તમામ મંડળ ના અધ્યક્ષો અને સભ્યોએ ભાગ લીધો હતો.

આ પ્રકાર ના સમારોહ  રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારોને અથક સમર્થન  અને પ્રોત્સાહન આપવા ની દિશામાં પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠનના સંકલ્પની પુષ્ટિ કરે છે. આ સંગઠન રેલ્વે કર્મચારીઓના કલ્યાણ માટે સંપૂર્ણ રીતે સમર્પિત છે અને તેના કર્મચારીઓનાં બાળકોનાં શિક્ષણ અને ઉછેર માટે હંમેશાં હરસંભવ બહેતર સહાયતા પ્રદાન કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.