પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન અમદાવાદ દ્વારા મહિલા સફાઇ સહાયકોને રાશન કીટનું વિતરણ
વર્તમાન કોરોના મહામારી દરમિયાન નિયમિત પેસેન્જર ટ્રેનોના સંચાલનના અભાવ અને સ્પેશિયલ ટ્રેનોમાં પૂરતી સંખ્યામાં મુસાફરોની ઉપલબ્ધતાના અભાવને લીધે રેલવે સ્ટેશન પર સેવાઓ પુરી પાડતા યાત્રી સહાયકો (કુલીઓ) બેરોજગારી અને બીમારીઓના ઉપચાર માટે આર્થિક સંકટ છે.
આ મર્મને સમજીને, પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન, અમદાવાદ પણ તેમને આ સંગઠન વતી તાકીદે સહાય પૂરી પાડી રહી છે. આ જ ક્રમમાં આ સંગઠન દ્વારા અમદાવાદ સ્ટેશન પર કાર્યરત કુલીઓ અને મહિલા સફાઇ કામદારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સંગઠનના અધ્યક્ષા શ્રીમતી પ્રીતિ ઝાએ જણાવ્યું હતું કે, પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન જરૂરિયાત અને આફતના સમયે રેલ્વે કર્મચારીઓ અને તેમના પરિવારોને તમામ શક્ય મદદ પૂરી પાડે છે અને આવનારા સમયમાં વધુ મદદ કરવા હંમેશા તત્પર રહેશે.
તેમણે કુલીઓ અને સફાઈ કર્મચારીઓને વર્તમાન મહામારીના સમયમાં સાવચેતી રાખવા અને હંમેશા જાહેર સ્થળોએ માસ્ક યોગ્ય રીતે પહેરવા તથા સામાજિક અંતર જાળવવા સલાહ આપી હતી.
આ પ્રસંગે તેમના સંગઠન ટીમના શ્રીમતી કલ્પના ભારતી, શ્રીમતી વિમલ શિંદે, શ્રીમતી સંજુલ ત્રિપાઠી, શ્રીમતી વર્ષા વર્મા અને શ્રીમતી માયા જંસારીએ પણ તેમની ઉપસ્થિતી નોંધાવી હતી.