પશ્ચિમ વિસ્તારમાં રી- ડેવલપમેન્ટ યોજના બાદ પાણીની ડીમાન્ડ બમણી થશે
કોતરપુરથી એસ.પી.રીંગરોડ, મોટેરા સુધી ર૦૦૦ મી.મી. લાઈન નાંખવામાં આવશે
પશ્ચિમમાં હાલ રપ૦ એમએલડી ડીમાન્ડ : રી- ડેવલપમેન્ટ બાદ ૪પ૦થી પ૦૦ એમએલડી થશે
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી અને ડ્રેનેજ માટે લાંબાગાળાના આયોજન કરવામાં આવી રહયા છે. વિશ્વ બેંકની લોનમાંથી સુઅરેજ સિસ્ટમ અપગ્રેડ કરવામાં આવશે જેના માટે ર૦પ૦ સુધીની રૂપરેખા સબમીટ કરવામાં આવશે. જયારે પાણી માટે પણ ૩૦ વર્ષના આયોજન થઈ રહયા છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રાસ્કા, જાસપુર અને કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી સપ્લાય કરવામાં આવે છે જેની ક્ષમતા અંદાજે ૧૪૦૦ એમએલડી છે. ભવિષ્યની જરૂરીયાતને ધ્યાનમાં લઈ આ ત્રણેય ટ્રીટમેન્ટ પ્લાન્ટ અપગ્રેડ થઈ રહયા છે. જેમાં રાસ્કાની ક્ષમતામાં ૧૦૦ એમએલડી અને જાસપુરની કેપેસીટીમાં રરપ એમએલડીનો વધારો કરવામાં આવશે. જયારે કોતરપુર પ્લાન્ટમાં ૩૦૦ એમએલડી વધારાનું કામ ચાલી રહયુ છે
જે ચાર-પાંચ મહીનામાં પુર્ણ થશે. કોતરપુર પ્લાન્ટ અપગ્રેડ થયા બાદ પશ્ચિમ ઝોનની સંભવિત ડીમાન્ડને ધ્યાનમાં લઈને નેટવર્કના કામ કરવામાં આવશે. અગાઉ રીવરફ્રન્ટમાં લાઈનો નાંખવા માટે આયોજન કરવામાં આવ્યુ હતુ પરંતુ તે નિર્ણય મોકુફ રાખવામાં આવ્યો છે. પશ્ચિમ ઝોનમાં રી ડેવલપમેન્ટ બાદ પશ્ચિમ ઝોનમાં પાણીની ડીમાન્ડ લગભગ બમણી થવાની શક્યતા છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના કોતરપુર પ્લાન્ટમાં હાલ દૈનિક ૮પ૦ એમએલડી પાણી શુધ્ધ થઈને સપ્લાય થાય છે. કોતરપુર પ્લાન્ટમાંથી મધ્ય, પશ્ચિમ અને ઉત્તરઝોનમાં પાણી પુરુ પાડવામાં આવે છે. મધ્યઝોનમાં દૈનિક ૧૩૦ અને પશ્ચિમ ઝોનમાં રપ૦ એમએલડી પાણીની ડીમાન્ડ છે જે હાલ ૧૬૦૦ મીમી વ્યાસની લાઈનથી સપ્લાય થઈ રહયુ છે. કોતરપુર વોટર વર્કસથી ૧૬૦૦ મીમીની ટંન્ક મેઈન્સ નીકળે છે જેમાંથી કેન્ટોન્મેન્ટ તારાપુર ચોકડી પાસે ૧૬૦૦ મીમીની બે લાઈન થાય છે
જેમાંથી એક લાઈન મધ્યઝોન દુધેશ્વર તરફ જાય છે. જયારે બીજી લાઈન સાબરમતી નદી ક્રોસ કરી પશ્ચિમ ઝોન તરફ જાય છે. પશ્ચિમ ઝોનમાં હાલ રી ડેવલપમેન્ટ સહીત અનેક યોજનાઓ માટે વિચારણા ચાલી રહી છે તેથી પાંચ વર્ષ બાદ પશ્ચિમ ઝોનમાં પાણી ડીમાન્ડ લગભગ બમણી થાય તેવી શકયતા છે. પશ્ચિમ ઝોનમાં હાલ દૈનિક રરપથી રપ૦ એમએલડી પાણીની જરૂરીયાત રહે છે જેની સામે ભવિષ્યમાં ૪પ૦ એમએલડીની ડીમાન્ડ થઈ શકે છે. પશ્ચિમ ઝોનમાં પાણીની ડીમાન્ડને પહોંચી વળવા માટે નવી લાઈનો નાંખવા માટે આયોજન થઈ રહયા છે. જે મુજબ કોતરપુર પ્લાન્ટ પાસેથી જ નવી લાઈન નાંખી નદી ક્રોસ કરવામાં આવશે.
નવી લાઈન રીંગ રોડ તપોવન સર્કલથી મોટેરા સ્ટેડીયમના ગેટ સુધી લઈ જવામાં આવશે. જયાં હયાત જુની લાઈન સાથે જાેડાણ કરવામાં આવશે. હયાત લાઈન મારફતે મોટેરાથી વાસણા સુધી પાણી સપ્લાય કરવામાં આવે છે. અગાઉ કોતરપુરથી સ્ટેડીયમ થઈ રીવરફ્રન્ટ સુધી લાઈન લઈ જવા માટે વિચારણા થઈ હતી. પરંતુ રીવરફ્રન્ટ ફેઝ-ર નું કામ પૂર્ણ થવામાં ચાર-પાંચ વર્ષનો સમય લાગે તેમ હોવાથી હાલ તે ફાઈલ બંધ કરવામાં આવી છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂા.૮ર કરોડના ખર્ચથી કોતરપુર ખાતે ૩૦૦ એમએલડી પ્લાન્ટ બનાવવામાં આવી રહયો છે જેની કામગીરી દિવાળી સુધી પૂર્ણ થાય તેવી શક્યતા છે. સદ્ર પ્લાન્ટમાંથી ઉતર અને પૂર્વઝોનમાં સરદાર પટેલ રીંગરોડ સમાંતર આવેલા વી.ડી. સ્ટેશનોમાં પાણી સપ્લાય કરવામાં આવશે જેના માટે રૂા.૧પ૭ કરોડના ખર્ચથી કોતરપુરથી ચિલોડા સર્કલ થઈ ઓઢવ સુધી ટંન્ક મેઈન્સ નાંખવામાં આવી રહી છે. ઉત્તર ઝોનમાં ર૦૦ થી રરપ એમએલડી પાણીની ડીમાન્ડ રહેશે. ઉત્તરઝોનમાં હયાત જાેડાણોને પણ નવી લાઈનમાં ડાયવર્ટ કરવામાં આવશે જુના દસ વો.ડી. સ્ટેશનોમાં નવી લાઈનમાંથી પાણી સપ્લાય થશે.
નવી લાઈનની વહન ક્ષમતા ૪૦૦ એમએલડી રહેશે. કોતરપુર પ્લાન્ટમાંથી હાલ ઉત્તરઝોનના ર૮, મધ્યઝોનમાં ૧૮, પશ્ચિમઝોનમાં રપ, પૂર્વઝોનમાં ર૪ તથા દક્ષિણ ઝોન કેટલાક વો.ડી. સ્ટેશનમાં પાણી સપ્લાય થાય છે. રાસ્કા પ્લાન્ટની ક્ષમતામાં વધારો થયા બાદ એકસપ્રેસ હાઈવેથી ઓઢવ સુધીના વિસ્તારને કોતરપુર નેટવર્ક સાથે જાેડવામાં આવશે જયારે એકસપ્રેસ હાઈવે (પશ્ચિમ)થી કમોડ સુધી નવા નેટવર્ક નાંખવામાં આવશે જેમાં રાસ્કાથી પાણી સપ્લાય થશે.