પસંદગીની સંપત્તિઓ સરકારી વિમાનન કંપની વેચી રહી છે

નવીદિલ્હી: સરકારી વિમાનન કંપની એર ઇન્ડિયાની વિનિવેશની પ્રક્રિયા તાકિદે પુરી થવાની આશા છે વિનિવેશના માર્ગ પર આગળ વધતા સરકારી વિમાનન કંપની એર ઇન્ડિયા દેશના વિવિધ ભાગોમાં પોતાની વાણિજિયક અને આવાસીય સંપત્તિ વેચી ૨૦૦થી ૩૦૦ કરોડ રૂરિયા એકત્રિત કરવા પર વિચાર કરી રહી છે એર ઇન્ડિયાએ સંપત્તિઓ માટે બોલી મંગાવી છે જેમાં તેના ફલેટ અને ભુખંડ પણ સામેલ છે.
એક સાર્વજનિક માહિતી અનુસાર એર ઇન્ડિયાએ એમએસટીસી દ્વારા દેશભરમાં હાજર પોતાની સંપત્તિઓને વેચવા માટે ઇ હરાજી બોલીઓ આમંત્રિત કરી છે એક આવાસીય ભૂખંડ અને મુંબઇમાં એક ફલેટ નવીદિલ્હીમાં પાંચ ફલેટ બેંગ્લુરૂમાં એક આવાસીય ભૂખંડ અને કોલકતામાં ચાર ફલેટ તે સંપત્તિઓમાંથી છે જેને વેચાણ પર રાખવામાં આવી છે માહિતી અનુસાર વેચાણ માટે ઔરંગાબાદમાં એક બુકીંદ કાર્યાલય અને સ્ટાફ કવાર્ટર,ભુજમાં એરલાઇન હાઉસની સાથે એક આવાસીય ભૂખંડ નાસિકમાં છ ફલેટ નાગપુરમાં બુકીંગ કાર્યાલય અને તિરૂવનંતપુરમમાં એક આવાસીય ભૂખંડ અને મંગલુરમાં બે ફલેટ સામેલ છે.
આ સંદર્ભમાં એક અધિકારીએ કહ્યું કે આશા છે કે આ સંપત્તિઓની હરાજીથી એર ઇન્ડિયા એસેટ્સ હોલ્ડિંગ લિમિટેડને લગભગ ૨૦૦-૩૦૦ કરોડ રૂપિયા મળશે બોલીઓ આઠ જુલાઇએ ખુલશે અને નવ જુલાઇ બંધ હશે એ યાદ રહે કે સરકાર નુકસાનમાં ચાલી રહેલ એર ઇન્ડિયાના વિનિવેશ માટે અંતિમ રૂપરેખા તૈયાર કરવાની પ્રક્રિયાાં છે એર ઇન્ડિયા સમૂહની બિન પ્રમુર સંપત્તિઓને રાખવા માટે એક વિશેષ પ્રયોજન તંત્ર એઆઇએએચએલની સ્થાપના કરાઇ છે