પહાડીમાં બરફવર્ષાથી ઉત્તર ભારતમાં શીતલહેર,કાનપુર લંડનથી પણ ઠંડુ
નવીદિલ્હી: દિલ્હી ઉત્તરપ્રદેશ અને બિહાર સહિત ઉત્તર ભારતમાં ભારે ઠંડી પડી રહી છે ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ એટલી હદે છે કે લોકોની જીવનશૈલી બદલાઇ ગઇ છે ઉત્તરભારતમાં ગત અનેક દિવસોથી ઠંડીનો પ્રકોપ જારી છે અને દિલ્હીની ઠંડીએ તો રેકોર્ડ તોડયો છે.દિલ્હીમાં આ મૌસમનું સૌથી ઓછું તાપમાન નોંધાયુ છે. ભારત મૌસમ વિત્રાન વિભાગ આઇએમડી અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં મૌસમની સૌથી ઠંડી સવારે રહી હતી અને તાપમાન ૩.૪ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું આ ઉપરાંત જમ્મુ કાશ્મીર તથા હિમાચલ પ્રદેશમાં મોટાભાગના વિસ્તારમાં તાપમાન શૂન્યથી નીચે ચાલ્યું ગયું ઉત્તરપ્રદેશમાં શીતલહેરની ચેતવણી આપવામાં આવી છે અને ધુમ્મસ પણ છવાયેલું રહેશે જયારે દિલ્હીમાં બર્ફીલી હવાઓનો કહેર જારી રહેશે દિલ્હીમાં ઠંડી એટલી પડી રહી છે કે લોકો રાહત મેળવવા માટે આગની પાસે બેસી રહે છે ઠંડીને કારણે સવારે કામ કરવું મુશ્કેલ બની રહ્યું છે.
હરિયાણા પંજાબ રાજસ્થાન હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં પણ સખ્ત ઠંડી પડી રહી છે રાજસ્થાનમાં માઉટ આબુમાં ગઇકાલે રાતે ન્યુનતમ તાપમાન -૧.૫ ડિગ્રી પહોંચી ગયું હિમાચલ પ્રદેશમાં કેલાંગ સૌથી વધુ ઠંડી બની રહી જયાં ન્યુનતમ તાપમાન -૧૧ ડિગ્રી નોંધાયુ હતું જયારે કાશ્મીરમાં ૪૦ દિવસનો ચિલ્લઇ કલા આજથી શરૂ થયો હતો જેથી જબરજસ્ત ઠંડી પડી છે.
યુપીનું કાનપુર શહેરની રાત લંડન નૈનીતાલ દાર્જિલીગ અને દહેરાદુનથી પણ વધુ ઠંડી રહી હતી. અહીં રવિવારે ન્યુનતમ તાપમાન સતત નીચે ૪.૨ ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયું જયારે બરફવર્ષાવાળા શહેરોમાં નીચે આવનારા શહેરોનું ન્યુનતમ તાપમાન ૫ ડિગ્રી સેલ્સિયસથી વધુ ચાલ્યું ગયું કાનપુરમાં રવિવારે અધિકતમ તાપમાન ૨૦.૬ તો ન્યુનતમ ૪.૨ ડિગ્રી સેલ્સિયસ રહ્યું ગત ૭૨ કલાકમાં ન્યુતન તાપમાનમાં ૪ ડિગ્રીની કમી આવી છએ લંડનમાં પારો ૬ ડિગ્રી નોંધાયો હતો.
કાશ્મીરમાં વિવિધ સ્થાનો પર ન્યુનતમ તાપમાનમાં થોડો સુધારો આવ્યો પરંતુ ઘાટીમાં રાતમાં પારો શૂન્યથી નીચે બનેલ જયારે ૪૦ દિવસનું ચિલ્લાઇ કલાનો દૌર આજેથી શરૂ થયો હતો હવામાન વિભાગ કેન્દ્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે આસમાનમાં વાદળ છવાયેલા હોવાને કારણે રાતે સમગ્ર કાશ્મીર ઘાટીમાં તાપમાનમાં સામાન્ય વધારો થયો પરતુ ન્યુનતમ તાપમાન શૂન્યથી નીચ બનેલ થયો છે.ઠંડીને કારણે ઘાટીના અનેક વિસ્તારોમાં પાણીની લાઇનો અને જળાશયોમાં પાણી જમા ગયા હતાં મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર આ મહીનાના અંત સુધી કેન્દ્ર સાસિત પ્રદેસમાં ભારે બરફવર્ષાનું અનુમાન નથી જયારે કાશ્મીરના કેટલાક સ્થાનો પર બરફવર્ષા થઇ શકે છે.
હિમાચલ પ્રદેશના પર્વતીય ક્ષેત્રોમાં બર્ફીલા હવા ચાલુ છે અને અનેક સ્થાનો પર તાપમાન શૂન્યથી નીચે ચાલી ગયો છે. શિમલા મૌસમ વિજ્ઞાન કેન્દ્રના નિદેશક મનોહમસિંહે કહ્યું કે લાહૌલ સ્પીતિનો પ્રશાસનિક કેન્દ્ર કેલાંગ રાજયમાં સૌથી ઠંડા સ્થાન બનેલ થયો છે જયાં તાપમાન શૂન્યથી ૧૧ ડિગ્રી સેલ્સિયસ ઓછું નોંધાયું કેલાંગ કાલ્પા મનાલી અને મંડીમાં ગત ૨૪ કલાકમાં તાપમાન શૂન્યથી નીચે રહ્યું
આ ઉપરાંત પંજાબ હરિયાણા અને રાજસ્થાનનાં મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો પ્રકોર છવાયેલો રહ્યો છે.ઠંડી હવાઓનો પ્રકોપ જારી છે.પંજાબનું આદમપુર સૌથુ ઠંડુ સ્થાન રહ્યું હરિયાણામાં નારનૌલ સૌથી ઠંડુ સ્થાન રહ્યું જયાં ન્યુનતમ તાપમાન ૨.૪ ડિગ્રી રહ્યું પંજાબમાં આગામી દિવસોમાં ઠંડીથી રાહત મળનાર નથી