પહાડ પર ચડીને ઓનલાઈન અભ્યાસ કરતા વિદ્યાર્થીની મદદે આવ્યો આ ખેલાડી
નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે દેશમાં શાળા કોલેજ બંધ રાખવામાં આદેશ આપવામાં આવ્યા છે. ઓનલાઈન એજ્યુકેશનના માધ્યમથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં નેટવર્કની ખૂબ સમસ્યા છે ત્યારે રાજસ્થાનનો એક વિદ્યાર્થી ભણવા માટે પહાડ પર ચડીને ભરતડકે અભ્યાસ કરતો હતો. જે બાદ હવે વીરેન્દ સહેવાગ તેની મદદ કરવાના છે.
એક વિદ્યાર્થી શિક્ષણ પ્રત્યે કેટલી ધગશ છે તે વિશે ટિ્વટ કરતા વીરેન્દ્ર સહેવાગે કહ્યું કે ઓનલાઈન ક્લાસ માટે એક વિદ્યાર્થી બે કિમી ચાલીને દૂર પહાડ પર ચડીને જાય છે અને ખુરશી ટેબલ લગાવીને બપોરે એક વાગ્યા સુધી ભણે છે કારણ કે તેના ઘરમાં નેટવર્ક નથી.
દેશમાં કોરોના વાયરસના કારણે શાળા કોલેજ બંધ રાખવામાં આદેશ આપવામાં આવ્યા છે. એવામાં ઓનલાઈન એજ્યુકેશનનો દોર ચાલી રહ્યો છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં શાળામાં પણ શિક્ષણ આપવું અત્યારે એક મોટી ચેલેન્જ છે એમાં ઓનલાઈન એજ્યુકેશન કઈ રીતે શક્ય છે.
રાજસ્થાનના બાડમેરમાં રહેતો હરીશ જિલ્લા મુખ્યાલયથી ૨૦ કિમી દૂર ગામડામાં રહે છે. તેની સ્કૂલમાં ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે પરંતુ મોબાઈલ નેટવર્ક નથી આવતું. એવામાં તે બે કિમી ચાલીને દૂર પહાડ પર ચડીને જાય છે અને ખુરશી ટેબલ લગાવીને બપોરે એક વાગ્યા સુધી ૪૫ ડિગ્રી તાપમાનમાં ભણે છે.
એવામાં આ મહેનતુ વિદ્યાર્થીની મદદે વીરેન્દ્ર સહેવાગ આવ્યા છે જેની જાણકારી તેમણે ટિ્વટ કરીને આપી છે. બાડમેરના દરુડા ગામમાં રહેતો હરીશ કુમાર જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરે છે અને સાતમાં ધોરણમાં ભણે છે. સ્કૂલ બંધ છે અને ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે. એવામાં તેણે નક્કી કર્યું કે તે ભાનાવનું નહીં છોડે અને ટેબલ ખુરશી લઈને તે બે કિમી દૂર પહાડ પર પહોંચવા લાગ્યો.