પહેલા કરી પ્રેગ્નન્ટ ગર્લફ્રેન્ડની હત્યા: પૂર્વ પત્નીને મારી ગોળી અને પછી પોતાનું ટૂંકાવ્યું જીવન

વોશિગ્ટન, અમેરિકાથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યા એક શખ્સે પોતાની પ્રેગ્નન્ટ ગર્લફ્રેન્ડની હત્યા કરી જે બાદ તેણે ફેસબુક લાઇવ આવીને આ વાતનો ખુલાસો કર્યો. તેટલુ જ નહી તેણે આ દરમિયાન તેની પૂર્વ પત્નીને ગોળી મારી અને પોતાનું પણ જીવન ટૂંકાવ્યું હતુ.
આપને જણાવી દઇએ કે, બાલ્ટીમોરમાં રહેતા એક વ્યક્તિએ શનિવારે આ હૃદયદ્રાવક ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે ત્રણેયનાં મૃતદેહ કબ્જે કર્યા છે.
આ વ્યક્તિ મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલો હતો, પરંતુ થોડા સમય પહેલા હોસ્પિટલે તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. ‘ડેઈલી મેલ’નાં એક અહેવાલ મુજબ, ૪૪ વર્ષીય રાજાઈ બ્લેકે ફેસબુક લાઈવ પર કબૂલાત કરી હતી કે તેણે થોડા સમય પહેલા તેની પૂર્વ પ્રેમિકા તારા લાબાંગની હત્યા કરી હતી અને પછીનો નંબર પૂર્વ પત્નીનો હતો.
બ્લેકે ફેસબુક લાઈવ દરમિયાન કહ્યું, ‘મેં હમણાં જ મારી ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનાં માથામાં ગોળી મારી છે, બધું સ્વપ્ન જેવું લાગે છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું આવી વ્યક્તિ બનીશ. તેની ભૂતપૂર્વ પત્નીને મોતને ઘાટ ઉતારતા પહેલા, બ્લેકે કહ્યું, ‘હું જેલમાં જઈ શકતો નથી, તેથી હું મારા ડિપ્રેશનનું કારણ બને છે તેનો પણ અંત લાવી રહ્યો છુ, અને તે મારી ભૂતપૂર્વ પત્ની છે. આ પછી હું મારા જીવનનો અંત પણ કરીશ.
વીડિયો ફૂટેજમાં એવું પણ નોંધાયું છે કે બ્લેક તેની પૂર્વ પત્નીનાં ઘરે પહોંચે છે અને વાત કરતી વખતે અચાનક ગોળીબાર કરે છે. પોલીસે બન્નેનાં મૃતદેહ ઘરમાંથી કબ્જે કર્યા છે. જ્યારે બન્ને બાળકો સંપૂર્ણપણે સુરક્ષિત છે.
રિપોર્ટ અનુસાર જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો તેમને મૃત દંપતીનાં બાળકો ઘરની બહાર પાર્ક કરેલી કારમાં જાેવા મળ્યા. તેથી, એવું માનવામાં આવે છે કે બ્લેકે ગુનો કરતા પહેલા બહાર જવાનું કહ્યું હોવું જાેઈએ. એવું પણ બહાર આવ્યું છે કે બ્લેકનો તેની પૂર્વ પત્ની સાથે બાળકોની કસ્ટડી સહિતની અનેક બાબતોને લઈને વિવાદ ચાલતો હતો. રાજાઈ બ્લેકનાં મિત્રોનું કહેવું છે કે તેનો તેની પૂર્વ પત્ની સાથે વિવાદ ચાલી રહ્યો હતો, પરંતુ કોઈએ વિચાર્યું ન હતું કે મામલો આટલે સુધી પહોંચશે.HS