પહેલા જ તબક્કામાં જીતન રામ માંઝીનું કિસ્મત દાવ પર
પટણા, હમના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીની પ્રતિષ્ઠા પહેલા જ તબક્કાની ચુંટણીમાં જ દાવ પર લાગ્યુ છે.એનડીએ હેઠળ હમ પાર્ટી સાત બેઠકો પર ચુંટણી લડી રહી છે તેમાં છ પહેલા તબક્કામાં ચુંટણી થનાર છે. પાર્ટીના તમામ વીઆઇપી ઉમેદવારો પણ પહેલા તબક્કામાં જ મેદાનમાં છે. તેમાં એક ઇમામગંજથી જીતનરામ માઝી પોતે મેદાનમાં છે જયારે પૂર્વ મંત્રી અને પાર્ટીના વરિષ્ઠ નેતા અનિલ કુમાર ટેકરીથ લડી રહ્યાં છે માંઝીના વેવાણ જયોતિદેવી બારાચટ્ટીથી અને જમાઇ દેવેન્દ્ર માંઝી મકદુમપુરથી ચુંટણી લડી રહ્યાં છે.
આ તમામ બઠકો પર પહેલા તબક્કામાં જ ૨૮ ઓકટોબરે મતદાન થનાર છે. આ રીતે જાેવામાં આવે તો પાર્ટી અને માંઝી બંન્નેની પ્રતિષ્ઠા પહેલા તબક્કાની ચુંટણી સાથે જાેડાયેલી છે. કિસંદરા અને કુટંબામાં પણ પહેલા તબક્કામાં ચુંટણી છે.
આ ઉપરાંત પાર્ટી કસબાથી ચુંટણી લડી રહી છે જયાં ત્રીજા તબકકામાં ચુંટણી થનાર છે હમે આ પહેલા વર્ષ ૨૦૧૫માં વિધાનસભા ચુંટણી લડી હતી આ તેની બીજી વિધાનસભા ચુંટણી છે પહેલી ચુંટણીમાં તેને ફકત એક જ બેઠક પર જીત હાંસલ થઇ હતી જયાંથી મોઝી ખુદ મેદાનમાં હતાં. હમે સાત બેઠકોમાંથી બે પર નવા ચહેરાને મેદાનમાં ઉતાર્યા છે. તેમાં સિકદરાથી પ્રફુલ્લકુમાર માંઝી અને કુટુંબાથી શ્રવણ ભુઇયા સામેલ છે. આ સાત બેઠકોમાંથી પાંચ સુરક્ષિત બેઠકો છે આ ઉપરાંત જે બે બેઠકો મળી છે તેમાં ટેકારીથી અનિલકુમાર બ્રહ્મર્ષિ તથા કસબાથી રાજેન્દ્ર યાદવ ઉમેદવાર છે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જીતન રામ માંઝી પોતે ઇમામગંજથી મેદાનમાં છે.HS