Western Times News

Gujarati News

પહેલા જ વરસાદમાં મુંબઈ પાણી-પાણી થયું , રસ્તા બન્યા તળાવ, રેલવેએ જાહેર કર્યું અલર્ટ

મુંબઇ: મુંબઈમાં ચોમાસાએ શુભ પ્રવેશ કરી દીધો છે.અને મુંબઇમાં ભારે વરસાદ થયો છે ભારત વિજ્ઞાન હવામાન વિભાગ મુજબ, આવનારા ૪૮ કલાક સુધી મુંબઈમાં આવા જ પ્રકારનો ભારે વરસાદ પડશે. જાે કે મુંબઇમાં વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે ટ્રેન મોડી ચાલી રહી હતી. દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું જે અનુમાન લગાવવામાં આવ્યું હતું તેના એક દિવસ પહેલા જ ચોમાસાનું મુંબઈમાં આગમન થઈ ગયું છે. મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

મુંબઈમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે ટ્રેન હવે મોડી ચાલી રહી છે. વરસાદના પાણીથી રેલવેના પાટા ડૂબી ગયા છે. જેના કારણે કુર્લા અને સાયન સ્ટેશનો પર મુંબઈની લોકલ ટ્રેન સેવાઓ અટકાવી દેવામાં આવી હતી. સુત્રોએ જણાવ્યુ કે પાટાઓની ઉપર સુધી પાણી આવી ગયુ હોવાના કારણે સવારે સાડા ૯ વાગ્યાથી કુર્લા અને સીએમએમટી વચ્ચે ટ્રેન સેવા બંધ કરાઈ હતી

રેલવે વાહન વ્યવહાર અટકવા અંગે સેન્ટ્રલ રેલવે સીપીઆરઓ તરફથી કહેવામાં આવ્યુ છે કે કોઈ પણ પ્રકારની અનહોનીથી બચવા માટે સાવચેતી રૂપે ટ્રેન રોકવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. પાણી ઉતરશે એટલે સ્થિતિ ફરીથી ચાલુ કરી દેવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યુ કે ચોમાસાનો વરસાદ થતા મુંબઈની લોકલ ટ્રેન સેવા કુર્લા અને સીએસએમટી વચ્ચે સવારે ૧૦ વાગે બંધ તકલામાં આવી હતી કારણ કે એડમિનિસ્ટ્રેશને કોઈ પણ અપ્રિય ઘટનાથી બચવા માટે સાવચેતી રૂપે આમ કર્યુ છે. હાલમાં કુર્લા અને સાયન રેલવે સ્ટેશનો પર પાણી વહી રહ્યુ છે.

પાણી ઉતરતા જ સેવા ફરીથી શરૂ થવાની આશા છે.મુંબઈમાં ભારે વરસાદના કારણે સાયન રેલવે સ્ટેશન અને જીટીબી નગર રેલવે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેક જળમગ્ન છઇ ગયું હતું કેટલીક સોસાયટીમાં પણ પાણી ભરાઇ ગયા હતાં.

મુંબઈમાં બુધવારે સવારથી વરસાદ શરૂ થયો હતો શહેરના કિંગ સર્કલ, સાયન, અંઘેરી, ચેમ્બુર, બોરિવલી, કાંદિવલી અને ઘાટકોપર વિસ્તારોમાં ઘૂંટણી સુધી પાણી ભરાઈ ગયા હતાં ઘણાં વિસ્તારોમાં ગાડીઓ રસ્તા પર ફસાઈ ગઈ હતી બીએમસી અને પોલીસ વિભાગના કર્મચારી રસ્તા પર તહેનાત કરવામાં આવ્યા હતાં. વર્કિંગ દિવસ હોવાના કારણે લોકોને ઓફિસ જવામાં મુશ્કેલી પડી હતી કેટલાક સ્થળોએ ટ્રાફિક જામ થઇ ગયો હતો મુંબઇના મોટાભાગના માર્ગો પર પાણી ભરાઇ ગયા હતાં.

મુંબઈ સિવાય દરિયા કિનારાના કોંકણના સિંધુદુર્ગ, પાલઘર અને થાણેના ઘણાં વિસ્તારોમાં આગામી એકથી બે દિવસમાં ભારે વરસાદ થવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે. આઇએમડીએ મહારાષ્ટ્રમાં શનિવારે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પહોંચવાની આગાહી કરી દીધી છે. અત્યારે ચોમાસું દરિયા કિનારાના રત્નાગિરી જિલ્લાના હરનાઈ બંદરે પહોંચ્યું છે.

ભારતીય હવામાન વિભાગનુ કહેવુ છે કે આર્થિક રાજધાનીમાં હજુ વધુ વરસાદ થશે. છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં વરસાદ થઈ રહ્યો છે. ત્યારબાદ મંગળવાર સાંજથી મુંબઈથી ઝડપી પવન સાથે વાદળો મંડરાવા લાગ્યા દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું જે અનુમાન લગાવવામાં આવ્યું હતું તેના એક દિવસ પહેલા જ ચોમાસાનું મુંબઈમાં આગમન થઈ ગયું છે. મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ મુજબ, મુંબઈ મહાનગર ક્ષેત્ર અને કોંકણ ક્ષેત્રમાં આજથી ૧૩ જૂનની વચ્ચે ભારે વરસાદ પડી શકે છે. પહેલા વરસાદમાં જ મુંબઈકર મુશ્કેલીમાં મૂકાયેલા જાેવા મળ્યા. રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ઘણી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.ભારે વરસાદની આશંકાની વચ્ચે દરિયામાં આજે ૪.૧૬ મીટરની હાઇ ટાઇડ આવવાની જાણકારી મળી છે.

સવારે લગભગ ૧૧ઃ૪૩ વાગ્યે દરિયામાં હાઇ ટાઇડ બનશે. આ દરમિયાન દરિયાની આસપાસ કોઈને પણ જવાની મંજૂરી નથી આપવામાં આવી. દર વર્ષે મુંબઈમાં ચોમાસાનું ૧૦ જૂન બાદ જ થાય છે પરંતુ આ વર્ષે સમયથી પહેલા ચોમાસાના આગમનને શુભ માનવામાં આવે છે.હવામાન વિભાગે પહેલા શનિવારે જ મહારાષ્ટ્રમાં ચોમાસાના આગમનની વાત કરી હતી. તે સમયે ચોમાસું રત્નાગિરી જિલ્લાના હરનાઈ પોર્ટ પહોંચ્યું હતું. જાેકે ત્યારબાદ ચોમાસું સુસ્ત પડી ગયું હતું, પરંતુ હવે ચોમાસું મુંબઈમાં પ્રવેશી ચૂક્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.