પહેલા પણ મોદી હટાવો અભિયાન નિષ્ફળ સાબિત થયું છે : દિલીપ ઘોષ
કોલકતા: પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે મમતા સોનિયાની મુલાકાતને મહત્વહીન બતાવતા કહ્યું કે કોંગ્રેસ ખુદ ખરાબ સ્થિતિમાં છે ૨૦૧૯માં તમામ વિપક્ષોએ એક થઇ મોદીને હટાવવા એક કેન્દ્રીત પ્રયાસ કર્યો હતો પરંતુ જે નિષ્ફળ થયા હતાં આ વસ્તીને તમામ લોકોએ જાેઇ છે. પેગાસસ વિવાદ પર તેમણે કહ્યું કે કેન્દ્ર જવાબ આપવા માટે તૈયાર છે પરંતુ વિરોધ પક્ષ સાંભળવા તૈયાર નથી
દિલીપ ધોષ મમતા બેનર્જી અને સોનિયા ગાંધીની મુલાકાત પર નિશાન સાધતા કહ્યું કે આ પહેલા પણ મમતા સોનિયા અને રાહુલ ગાંધી મળી ચુકયા છે તેનું શું થયું કોંગ્રેસ ખુદ વિખેરાયેલી છે પહેલા પણ મોદીને હટાવવા માટે એક આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું કે અને લોકોએ તેનું પરિામ જાેયું છે.
સંસદમાં ગતિરોધની બાબતે તેમણે કહ્યું કે વિરોધ પક્ષો મહત્વહીન મુદ્દાને ઉઠાવી રહ્યાં છે અને સંસદને ઠપ કરવા માટે અરાજકતા કરવું સારૂ નથી એ યાદ રહે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બનર્જી દિલ્હી પ્રવાસે છે તેમણે કોંગ્રેના પ્રમુખ સોનિયા ગાંધીની સાથે તેમના નિવાસમાં ૪૫ મિનિટની બેઠક કરી હતી જયાં રાહુલ ગાંધી પણ હાજર હતાં આ બેઠક બાદ બેનર્જીએ કહ્યું હતું કે સોનિયા ગાંધી પણ વિરોધ પક્ષની એકતા ઇચ્છે છે.કોંગ્રેસ ક્ષેત્રીય પક્ષો પર વિશ્વાસ કરે છે
આપણે સચ્ચે દિન જાેવા માંગીએ છીએ અચ્છે દિન ખુબ જાેઇ લીઘ ત્યારબાદ મુખ્યમંત્રી મમતાએ પોતાના ભત્રીજા અભિષેક બેનર્જીની સાથે દિલ્હીના પોતાના સમકક્ષ અરવિંદ કેજરીવાલની મુલાકાત કરી હતી પશ્ચિમ બંગાળ વિધાનસભા ચુંટણીમાં સતત ત્રીજીવાર જીત્યા બાદ મમતા બેનર્જીને નેતૃત્વમાં ટીએમસી રાષ્ટ્રીય રાજનીતિમાં એન્ટ્રી ઇચ્છે છે.તેની તૈયારીઓ ટીએમસીએ અત્યારથી શરૂ કરી દીધી છે. ૨૦૨૪માં ભાજપની વિરૂઘ્ઘ કોંગ્રેસ સહિત અનેક પક્ષોની સાથે ગઠબંધન કરી શકે છે. આ ગઠબંધનનો હેતુ સત્તાથી ભાજપને બહાર કરવાનો રહેશે