પહેલા ફેસબુક સુસાઇટ નોટ અપલોડ કરી ત્યારબાદ પંખા પર લટકી ગયો

Files Photo
ભોપાલ: મધ્યપ્રદેશના પાટનગર ભોપાલમાં એક યુવકે પંખા પર ફાંસો લગાવીને આત્મહત્યા કરી દીધી તેણે આત્મહત્યા કરતા પહેલા પોતાના ફેસબુક પર ચાર પાનાની સુસાઇટ નોટ અપલોડ કરી હતી તેના મિત્રે જયારે ફેસબુક પર સુસાઇટ નોટ જાેઇ તો તેણે તાત્કાલિક તેના ઘરે પહોંચ્યો જયારે તેણે ધરની બારીમાંથી અંદર જાેયુ તો યુવક ફાંસીના ફંદે લટકી રહ્યો હતો ઘટના સ્થળે પોલીસે પહોંચી અને પંચનામાની કાર્યવાહી કર્યા બાદ લાશને પોસ્ટમોર્ટમ માટે હમીદિયા હોસ્પિટલ મોકલી આપી આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે જાે કે પોલીસ તમામ પ્રકારના મુદ્દા પર પોતાની તપાસ કરી રહી છે.
![]() |
![]() |
ધટના કટારા હિલ્સ પોલીસ સ્ટેશનની છે અહીં ગૌરી શંકર બીડીએ કોલોનીમાં રહેનારા સુખરામે ફાંસો ખાઇને આત્મહત્યા કરી દીધી તેણે પોતાના જ ઘરમાં આત્મહત્યા કરી તેની આત્મહત્યાી જાણ પડોશીઓને ન થઇ જયારે તેના દોસ્ત જે તેના ઘરથી થોડેક દુર રહે છે તેણે ફેસબુકના માધ્યમથી જાણવા મળ્યુ કે સુખરામે સુસાઇટ નોટ મુકી છે તેને વાંચ્યા બાદ તે તરત જ દોડીને સુખરામના ઘરે પહોંચ્યો ત્યારે દરવાજાે અંદરથી બંધ હતો જયારે તેણે બારીમાંથી અંદર જાેયું તો સુખરામ ફાંસીના ફંદા પર લટકી રહ્યો હતો ત્યારબાદ તેને તાત્કાલિક પોલીસને જાણ કરી
પોલીસના જણાવ્યા અનુસાર સુખરામ એક યુવતી સાથે પ્રેમમાં હતો પરંતુ તે યુવતીના લગ્ન થઇ ગયા લગ્ન બાદ પણ સુખરામ યુવતીના સંપર્કમાં હતો થોડા દિવસો પહેલા બંન્નેની વચ્ચે કોઇ વાતને લઇને બોલાચાલી થઇ હતી આ વાતને લઇ નારાજ સુખરામે આ પ્રકારનું પગલું ભરી દીધુ
સુખરામ ખાનગી કંપનીમાં નોકરી કરતો હગતો તેણે ધરવાળાઓને પણ યુવતી સાથે વાત કરી હતી પરંતુ તેના ઘરવાળાઓએ યુવતીના લગ્ન બીજા સ્થળે કરી દીધા આ લગ્ન બાદ સુખરામ ખુબ પરેશાન રહેતો હતો તે પોતાના ઘરે પણ નહોતો જતો સુખરામ મૂળ સારણી બૈતુલનો રહેવાસી હતો. પોલીસે જણાવ્યું હતું કે સુખરામના પરિવારને ઘટનાની જાણકારી આપવામાં આવી છે.