Western Times News

Gujarati News

પહેલા મોડલિંગ શૂટ માટે ઐશ્વર્યાને મળ્યા હતા ૧૫૦૦

મુંબઈ, ઐશ્વર્યા રાયએ તેના કરિયરની શરૂઆત મોડેલ તરીકે કરી હતી, બાદમાં તેણે મિસ વર્લ્‌ડની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તે પછી બોલિવુડની દુનિયામાં પગ મૂક્યો હતો. ઐશ્વર્યા રાય તેના સમયની સફળ મોડેલ રહી ચૂકી છે અને તેણે ઘણી નાની ઉંમરથી જ કામ શરૂ કરી દીધું હતું.

હાલમાં કાન ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૨ના કારણે એક્ટ્રેસ લાઈમલાઈટમાં છવાઈ હતી અને એક્ટ્રેસ વધુ એક કારણથી ઈન્ટરનેટ પર ચર્ચામાં છે. ઐશ્વર્યા રાયે કરિયરના શરૂઆતમાં કરેલા મોડલિંગ બદલ મળેલી ફીની ઈનવોઈસ કોપી વાયરલ થઈ છે.

ઈનવોઈસ કોપી ૨૩ મે, ૧૯૯૨ વખતની છે, જે તેણે ૧૯૯૪માં મિસ વર્લ્‌ડનો ખિતાબ જીત્યો તેના બે વર્ષ પહેલાની છે. જે દર્શાવે છે કે એક્ટ્રેસને ફોટોશૂટ માટે ૧૫૦૦ રૂપિયા આપવામાં આવ્યા હતા. ઇીઙ્ઘઙ્ઘૈં યૂઝર દ્વારા શેર કરવામાં આવેલા બિલની કોપીમાં કોન્ટ્રાક્ટ વિશે પણ લખવામાં આવ્યું છે.

આ સિવાય તેમાં તે સમયે ઐશ્વર્યાની ઉંમર ૧૮ વર્ષની હતી તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેણે કૃપા ક્રિએશન નામની કંપની માટે મેગેઝિન કેટલોગ શૂટ કરાવ્યું હતું. કોપીમાં નીચે તેની સહી અને ડીલ મુંબઈમાં થઈ હોવાનું લખેલું છે.

જેમાં એક્ટ્રેસ તે સમયે રામ લક્ષ્મી નિવાસ નામની બિલ્ડિંગમાં રહેતી હતી તેનો ઉલ્લેખ પણ છે. વિમલ ઉપાધ્યાય નામના ટિ્‌વટર યૂઝરે ટિ્‌વટર પર મેગેઝિન શૂટની તસવીરો શેર કરતી કેટલીક ટ્‌વીટ લખી છે, જેમાં કેટલોગ ફોટો અને મેગેઝિન કવર પણ છે.

એક ટ્‌વીટમાં લખ્યું છે ‘હેલ્લો, આજે હું મારા દ્વારા પબ્લિશ કરવામાં આવેલા ફેશન લેટલોગની ૩૦મી એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યો છું. ઐશ્વર્યા રાય, સોનાલી બેન્દ્રે, નિકી અનેજા, તેજસ્વી કોલ્હાપુરી કેટલાક મોડલમાંથી એક હતી જેણે કેટલોગ માટે પોઝ આપ્યા હતા.

ઐશ્વર્યા રાયે હાલમાં જ કાન ફિલ્મ ફેસ્ટિવલના ૭૫મા એડિશનમાં ભાગ લીધો હતો, જ્યાં તેનું આ ૨૧મું વર્ષ હતું. પહેલા દિવસે તેણે બ્લેક કલરનું ફ્લાવર સ્લીવવાળું ગાઉન પહેર્યું હતું. બીજા દિવસે તે વિનસ થીમ પર બનેલા આઉટફિટમાં દેખાઈ હતી. વર્ક ફ્રંટની વાત કરીએ તો, ઐશ્વર્યા રાય ઘણા વર્ષથી ફિલ્મી પડદાથી દૂર છે. તે ૨૦૧૮માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ફન્ને ખાન’માં રાજકુમાર રાવ અને અનિલ કપૂર સાથે દેખાઈ હતી. હાલ તે મણિરત્નમની ફિલ્મમાં વ્યસ્ત છે અને ખૂબ જલ્દી કમબેક કરવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.