પહેલા Omicron દર્દીને સારવાર બાદ રજા અપાઈ
અમદાવાદ, સમગ્ર વિશ્વમાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન હાહાકાર મચાવી રહ્યો છે. ડેલ્ટા વેરિયન્ટ કરતા ઓમિક્રોન વધુ લોકોને સંક્રમિત કરી શકે છે તેવા હાઉ વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી ઓમિક્રોનના પહેલા દર્દીને સારવાર બાદ સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
લંડનથી આવેલા આ દર્દીમાં કોરોનાના એક પણ લક્ષણ ન હતા. પણ છતાં તેમનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં ૧૩ દિવસ ઓમિક્રોન વોર્ડમાં સારવાર દરમિયાન ભાગવત ગીતા અને શિવ પુરાણ પાઠ દર્દીએ કર્યા. અમદાવાદ સિવિલ હોસ્પિટલ માંથી ઓમીક્રોન ના પેહલા દર્દી સાજા થતા રજા અપાઈ છે.
દર્દીનો રિપોર્ટ નેગેટિવ રિપોર્ટ આવતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. ગત ૧૫ તારીખે દર્દીને ઓમીક્રોન શંકાસ્પદ તરીકે દાખલ કરવામાં આવ્યા હતા જ્યા ૧૯ તારીખે ઓમિકરોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.આણંદના ૪૮ વર્ષીય પ્રફુલ શાસ્ત્રી લંડનથી અમદાવાદ આવ્યા હતા જ્યાં એરપોર્ટ પર કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
સિવિલ હોસ્પિટલ ૧૨૦૦ બેડ હોસ્પિટલ ખાતે ૧૩ દિવસ સારવાર ચાલી આ ઓમીક્રોન વોર્ડ માં પ્રફુલભાઈ એક માત્ર દર્દી હતા. દર્દી એ જણાવ્યું હતું કે ઓમીક્રોનથી કોઈ એ ડરવાની જરૂર નથી. ૧૩ દિવસ ભાગવત ગીતા અને શિવ પુરાણ વાંચી પસાર કર્યા હતા. મને કોઈ જ લક્ષણો ન હતા માત્ર ઓમીક્રોન રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
લોકોએ જલ્દીથી વેકસીનના બંને ડોઝ લેવા જાેઈએ જેથી આ પ્રકારની મહામરીથી બચી શકાય. તો સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો. રાકેશ જાેશીએ જણાવ્યું કે સિવિલમાં દાખલ ઓમીક્રોન પોઝિટિવ અને શંકાસ્પદ જે દર્દીઓ દાખલ છે તે તમામ છ સીમટોમેટિક છે. એમને કોઈપણ પ્રકારની તકલીફ હતી નહિ. શરીરનો દુખાવો નહિ, તાવ નહીં, શરદી ખાંસી પણ નહોતા. એકદમ સ્વસ્થ હતા. વેકસીના બંને ડોઝ લીધા હતા. જેથી તેમણે પણ કહ્યું કે તેમને વધુ તકલીફ નથી પડી. વેકસીનનું મહત્વ કેટલું છે તે આ દાખલા પરથી પુરવાર થયું છે.SSS