પહેલી જાન્યુઆરીએ બે વેક્સિનને મંજૂરી આપવામાં આવી શકે છે
નવી દિલ્હી: ભારતમાં કોરોના વેક્સીનના ઉપયોગને લઈને થયેલી બેઠકમાં હજુ સુધી ર્નિણય નથી લેવાયો. કોરોના વેક્સીનને મંજૂરી માટે બનાવાયેલા બબ્જેક્ટ એક્સપર્ટ કમિટીની પહેલી બેઠક ૧ જાન્યુઆરીએ બોલાવાઈ છે. માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં ઓછામાં ઓછી બે વેક્સીનને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી શકે છે.
મંગળવારે થયેલી બેઠકમાં કોરોના સંબંધિત વિશેષ સમિતીએ સીરમ ઈન્સ્ટિટ્યિટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકની રસીને ઉપયોગમાં લેવા અંગે ચર્ચા વિચારણા ચાલી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ વેક્સીનના ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી આપવા સીરમ ઈન્સિટટ્યુટ ઓફ ઈન્ડિયા, ફાઈઝર અને ભારત બાયોટેક પ્રોજેક્ટ લિમિટેડના આગ્રહ પર વિચાર કરવા માટે બેઠક કરી હતી.
જેના પર સમિતિ ૧ જાન્યુઆરીએ ફરી બેઠક કરશે. કેન્દ્રીય સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની સબ્જેક્ટ કમિટીની બેઠક પછી જણાવાયું કે ફાઈઝર, સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકની વેક્સીનને મંજૂરી આપવા માટે વધારે ડેટાની જરુર છે, કમિટીએ ફાઈઝર અને પાસે વધારે ડેટા માગ્યો છે. જ્યારે ફાઈઝરે વધારે સમય માગ્યો છે.
કહેવાય છે કે એક જાન્યુઆરીએ થનારી બેઠકમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડને મંજૂરી આપવામાં આવી શકે છે. શરુઆતમાં તેને માત્ર ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવશે. જણાવી દઈએ કે બ્રિટને ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સીનને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. આ કંપની ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા સાથે વેક્સીન ઉત્પાદન કરી રહી છે.
સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં ઓક્સફોર્ડ એસ્ટ્રોજેનેકા કોવિડ-૧૯ વેક્સીન ‘કોવિશીલ્ડ’ની લગભગ ૪-૫ કરોડ ડોઝ તૈયાર કર્યા છે. કંપનીએ સોમવારે કહ્યું કે તેનું લક્ષ્ય આગામી માર્ચ સુધીમાં ૧૦ કરોડ ડોઝ ઉત્પાદન કરવાનું છે. ભારતમાં ઈમર્જન્સી કોવિડ-૧૯ વેક્સીન રજૂ કરવાની જરુરિયાતને ધ્યાનમાં રાખીને એસઆઈઆઈએ ઓક્સફોર્ડ યુનિવર્સિટી તથા એસ્ટ્રોજેનેકા સાથે કોવિશીલ્ડના વિનિર્માણ માટે ભાગીદારી કરી હતી.
સરકારે પહેલા તબક્કામાં લગભગ ૩૦ કરોડ લોકોને પ્રાથમિકતાના આધારે રસી આપવાની યોજના છે. રસીકરણ અભિયાન જાન્યુઆરી ૨૦૨૧ના પહેલા અઠવાડિયાથી શરુ થઈને જુલાઈના અંત સુધી ચાલુ રહી શકે છે. જેમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સ સિવાય ૫૦ વર્ષથી વધુ ઉંમરના લોકો અને ૫૦થી ઓછા પણ કો-મોર્બિડિટીઝથી પીડાતા લોકોનો સમાવેશ કરવામાં આવશે.