Western Times News

Gujarati News

પહેલી જૂનથી વાહનનો ઈન્સ્યોરન્સ મોંઘો થશે, એન્જિન પ્રમાણે રિકવરી

નવી દિલ્હી, સરકારે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સનો ન્યૂનતમ દર વધાર્યો, ૧ જૂનથી મોંઘો થશે મોટર ઈન્સ્યોરન્સ; હવે એન્જિન પ્રમાણે થશે રિકવરી સમગ્ર દેશ અને દુનિયા હાલ મોંઘવારીના વિષચક્રમાં કચડાઈ રહી છે. ત્યારે ભારતમાં સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક માર પડવા જઈ રહ્યો છે. કાર સહિત અન્ય ડ્રાઇવરોનો ખર્ચ આગામી મહિનાથી વધી રહ્યો છે.

૧ જૂન, ૨૦૨૨થી કારની વીમા કિંમતમાં વધારો થશે એટલેકે મોટર ઇન્સ્યોરન્સના પ્રીમિયમ વધી રહ્યાં છે. કેન્દ્ર સરકારે બુધવારે થર્ડ પાર્ટી મોટર વાહન વીમાના પ્રીમિયમ દરમાં વધારો કર્યો છે. હવે કારના એન્જિન પ્રમાણે પ્રીમિયમમાં વધુ રકમ ચૂકવવી પડશે.

માર્ગ અને પરિવહન મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું કે મોટર ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં છેલ્લો ફેરફાર ૨૦૧૯-૨૦માં કરવામાં આવ્યો હતો. કોરોના મહામારીના સમયમાં તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હવે અલગ-અલગ એન્જિન ક્ષમતા પ્રમાણે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સનો દર વધારવામાં આવી રહ્યો છે. પ્રીમિયમના નવા દર ૧ જૂનથી લાગુ થશે.

નોટિફિકેશન અનુસાર ૧૦૦૦ સીસીથી ઓછી એન્જિન ક્ષમતાવાળા વાહનો માટે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ રૂ. ૨૦૯૪ નક્કી કરવામાં આવ્યું છે.

૨૦૧૯-૨૦માં આ રકમ ૨૦૭૨ રૂપિયા હતી. એ જ રીતે ૧૦૦૦ સીસીથી ૧૫૦૦ સીસી સુધીના વાહનો પર થર્ડ પાર્ટી વીમાનું પ્રીમિયમ ૩૨૨૧ રૂપિયાથી વધારીને ૩૪૧૬ રૂપિયા કરવામાં આવ્યું છે. જાેકે ૧૫૦૦ સીસીથી વધુના વાહનો માટે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં નજીવો વધારો થયો છે. તે બે વર્ષ પહેલા ૭૮૯૦ રૂપિયા હતુ જે હવે સરકારે વધારીને ૭૮૯૭ રૂપિયા કર્યું છે.

૧૦૦૦ સીસી કાર માટે લઘુત્તમ ત્રણ વર્ષનું લમ્પ-સમ પ્રીમિયમ હવે રૂ. ૬૫૨૧ નક્કી કરવામાં આવ્યં છે, જ્યારે ૧,૦૦૦ સીસીથી ૧,૫૦૦ સીસીની રેન્જવાળા વાહનો માટે ત્રણ વર્ષનું લમ્પ-સમ પ્રીમિયમ હવે રૂ. ૧૦,૬૪૦ રહેશે.

આ સિવાય જે વાહનોની એન્જિન ક્ષમતા ૧,૫૦૦ સીસીથી વધુ છે તેમને હવે ત્રણ વર્ષ માટે ૨૪,૫૯૬ રૂપિયાનું ન્યૂનતમ વન-ટાઇમ પ્રીમિયમ ચૂકવવું પડશે. ટુ વ્હીલર માટે થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમના ચાર્જિસ પણ બદલાશે. ૧ જૂનથી ૧૫૦ સીસીથી ૩૫૦ સીસી સુધીની બાઈકનંડ પ્રીમિયમ રૂ. ૧૩૬૬ હશે, જ્યારે ૩૫૦ સીસીથી વધુની ક્ષમતાવાળા એન્જિનનું પ્રીમિયમ હવે રૂ. ૨૮૦૪ હશે.

૭૫ સીસીથી ઓછી એન્જિન ક્ષમતા ધરાવતી બાઇક માટે પાંચ વર્ષનું સિંગલ પ્રીમિયમ રૂ. ૨૯૦૧ નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે ૭૫ સીસી અને ૧૫૦ સીસી વચ્ચેની બાઇક માટે પાંચ વર્ષનું સિંગલ પ્રીમિયમ હવે રૂ.૩૮૫૧ રહેશે.

તેવી જ રીતે, ૧૫૦ સીસીથી વધુ અને ૩૫૦ સીસીથી ઓછી ક્ષમતાના ટુ-વ્હીલર માટે હવે ૭૩૬૫ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે, જ્યારે ૩૫૦ સીસીથી વધુની મોટરસાઈકલ માટે ૧૫,૧૧૭ રૂપિયા ચાર્જ કરવામાં આવશે. સરકારે ખાનગી ઈ-કાર માટે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પણ નક્કી કર્યું છે. હવે ૩૦ કેડબલ્યુ સુધીની ક્ષમતા ધરાવતી ઈ-કાર માટે ત્રણ વર્ષનું પ્રીમિયમ ૫૫૪૩ રૂપિયા હશે.

તેવી જ રીતે ૩૦ કેડબલ્યુ અને ૬૫ કેડબલ્યુ વચ્ચેની ઈ-કાર માટે ત્રણ વર્ષનું પ્રીમિયમ ૯૦૪૪ રૂપિયા વસૂલવામાં આવશે. ૬૫ કેડબલ્યુથી વધુની ક્ષમતા ધરાવતી ઈલેક્ટ્રિક કાર માટે હવે ત્રણ વર્ષનું પ્રીમિયમ ૨૦,૯૦૭ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.

૩ કેડબલ્યુ ક્ષમતા ધરાવતા ઈ-સ્કૂટર્સ માટે પાંચ વર્ષનું સિંગલ પ્રીમિયમ રૂ. ૨૪૬૬ નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે ૩ કેડબલ્યુથી ૭ કેડબલ્યુ વચ્ચેની ક્ષમતા ધરાવતા ઈ-સ્કૂટર્સ માટે રૂ. ૩૨૭૩ પ્રીમિયમ વસૂલવામાં આવશે. આ સિવાય ૭ કેડબલ્યુથી ૧૬ કેડબલ્યુની ક્ષમતા ધરાવતા ટુ-વ્હીલર્સને પાંચ વર્ષ માટે ૬૨૬૦ રૂપિયાનું પ્રીમિયમ ચાર્જ કરાશે જ્યારે ૬ કેડબલ્યુ અને તેનાથી વધુની ક્ષમતાવાળા વાહનોને ૧૨,૮૪૯ રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે.SS2MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.