Western Times News

Gujarati News

પહેલી જ વાતચીતમાં અમેરિકાએ ચીનનો ઉઘડો લઇ લીધો

વોશિંગ્ટન, પૂર્વી લદ્દાખમાં ભારતથી પરાજય સહન કરનાર ચીનને અમેરિકાથી પણ તાકિદે રાહત મળતી હોય તેવું જણાઇ રહ્યું નથી અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડને પદના સોગંદ લીધા બાદ પહેલીવાર ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગથી ફોન પર વાતચીત કરી આ વાતચીતમાં તેણણે ચીનમાં થઇ રહેલ માનવાધિકાર ભંગ સહિત અનેક મુદ્દા પર ભારે ઉઘડો લીધો હતો બાઇડને ગત મહીને જ અમેરિકાના રાષ્ટ્રપતિ પદના સોગંદ લીધા છે અને આ પહેલા તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ ફોન પર વાતચીત કરી હતી.

ચીની રાષ્ટ્રપતિ જિનપિંગની સાથે વાતચીતમાં બાઇડને ચીનના અનુચિત વ્યાપાર પ્રથાઓ,હોંગકોંગમાં તેની સખ્ત કાર્યવાહી શિનજિયાંગમાં માનવાધિકારોના ભંગ અને ક્ષેત્રમાં તેની સક્રિયતાની બાબતમાં પોતાની ચિંતાઓને વ્યકત કરી બંન્ને વચ્ચે આ વાતચીત ચીનના મહત્વપૂર્ણ લુનર ન્યુ ઇયરની પૂર્વ સંધ્યા પર થઇ છે. બાઇડને ફોન કોલ બાદ ટ્‌વીટ કરી લખ્યું મેં જિનપિંગને બતાવ્યું છે કે હું ચીનની સાથે ત્યારે કામ કરીશ જયારે અમેરિકી લોકોને લાભ પહોંચશે વાતચીતના સંબંધમાં વ્હાઇટ હાઉસે પણ એક યાદી જારી કરી છે તેમણે કહ્યું કે રાષ્ટ્‌પતિએ બીજીંગની જબરજસ્ત અને અનુચિત આર્થિક પ્રથાઓ હોંગકોંગમાં કાર્યવાહી માનવાધિકારોના ભંગ અને ાઇવાનમાં ચીનની સ્થિતિની બાબતમાં પોતાની બુનિયાદી ચિંતાઓને વ્યકત કરી હતી.

અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા ખુબ સંભળાવ્યા બાદ ચીને પણ પલટવાર કર્યો ચીનની સત્તાવાર ન્યુઝ એજન્સી શિન્હુઆએ એક યાદીમાં કહ્યું કે શી જિનપિંગ બાઇડનને બતાવ્યું કે આ તમામ મુદ્દા ચીનના આંતરિક મુદ્દા છે આ ચીનની સંપ્રભુતા અને ક્ષત્રીય અખંડતાનો મુદ્દો છે અમેરિકાના પક્ષે ચીનના પ્રમુખ હિતોનું સમ્માન કરવું જાેઇએ એક બીજાની સાથે બરાબરીનો વ્યવહાર કરવો જાેઇએ અને મતભેદોનો સંભાળવા જોઇએ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.