પહેલી ફેબ્રુઆરીના દિવસે મધ્યમ વર્ગને ટેક્સ રાહતો આપવાની મોટી જાહેરાત કરાશે
આર્થિક સુસ્તીના વાતાવરણમાં બજેટ લોકલક્ષી બનાવવા માટેની બાબત સીતારામન માટે ખુબ જ પડકારરૂપ બની
નવી દિલ્હી, નાણાંપ્રધાન નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરીના દિવસે સામાન્ય બજેટ રજૂ કરનાર છે. મોંઘવારી અને બેરોજગારીના કારણે પરેશાન થયેલા મધ્યમ વર્ગના લોકોને બજેટમાં રાહત મળે તેવી શક્યતા છે. આ બજેટમાં કેટલાક લોકલક્ષી પગલા લેવામાં આવી શકે છે. લોકસભા ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવેલી મોદી સરકાર કરવેરા વ્યવસ્થાને વધારે લોકલક્ષી બનાવવા માટેની જાહેરાત કરી શકે છે.
મધ્યમ વર્ગની નારાજગી દુર કરવાના હેતુથી બજેટમાં આવકવેરા મુÂક્ત મર્યાદાને વધારી દેવામાં આવી શકે છે. હાલમાં જે મુક્તિ મર્યાદા છે તેને કેટલા સુધી વધારી દેવામાં આવનાર છે તેની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ખુબ અસરકારક પગલા લેવાની તૈયારી ચાલી રહી છે. મળેલી માહિતી મુજબ નાણાં પ્રધાન પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટેની ફાળવણીમાં વધારો કરે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. સીતારામન પહેલી ફેબ્રુઆરીના દિવસે સામાન્ય બજેટ રજૂ કરનાર છે. પ્રિમિયમ પર કોઇ મર્યાદા નક્કી કરવામાં આવી નથી.
બજેટમાં ઉદ્યોગજગતને રાજી કરવા અને ખેડુતો તેમજ યુવાનોની નારાજગીને દુર કરવા માટે વિવિધ પગલા લેવામાં આવી શકે છે. આવક અને મુક્તિ મર્યાદાને અઢી લાખથી વધારીને વધુ કરવાની હિલચાલ ચાલી રહી છે. જાકે હજુ સુધી આવકવેરા મુક્તિ મર્યાદા કેટલી કરવામાં આવશે તે અંગે કોઈ વાત કરવામાં આવી નથી પરંતુ લોકો આને લઈને આશાવાદી છે.આર્થિક સુસ્તીના માહોલમાં નાણાપ્રધાન પહેલાથી જ મુશ્કેલી અનુભવી રહ્યા છે. તમામ વર્ગના લોકોને રાજી કરવાની બાબત તેમના માટે સરળ રહેશે નહીં. મોટા ભાગના ક્ષેત્રમાં હાલમાં મંદી પ્રવર્તી રહી છે. માંગ ઘટી ગઇ છે.
બેરોજગારી આસમાને છે. મોંઘવારી પણ રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બજેટને લઇને વાતચીત કરી ચુક્યા છે. ઉદ્યોગપતિ અને નિષ્ણાંતો સાથે તેમની વાતચીત થઇ ચુકી છે. તમામ ઉદ્યોગપતિઓ અને અન્ય કારોબારીઓ તેમની રજૂઆત કરી ચુક્યા છે. બજેટ પહેલા તમામ કવાયત ચાલી રહી છે. બજેટ દસ્તાવેજા પ્રકાશિત કરવાની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. તમામ કર્મચારીઓ હવે નિયંત્રણ હેઠળ આવી ગયા છે. દસ્તાવેજા લીક ન થાય તે માટે પણ પગલા લેવામાં આવી રહ્યા છે. બજેટ પર તમામ લોકોની નજર છે.