પહેલી વખત કરદાતાઓને ટેક્સ ભરવા બે વિકલ્પ
નવી દિલ્હી, નાણા મંત્રી નિર્મલા સિતારમને બજેટમાં પર્સનલ ટેક્સમાં રાહત આપવાનુ એલાન તો કર્યુ છે પણ સાથે સાથે નવી સિસ્ટમ લાગુ કરવાની જાહેરાત પણ કરી છે. નાણા મંત્રીએ કહ્યુ હતુ કે, ઈનકમટેક્સનુ હાલનુ માળખુ ગૂંચવાડા ભર્યુ છે એટલે તેને આસાન બનાવવા માટે નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.જેના ભાગરુપે જો કરદાતા ડિડક્શન અને એક્સમપ્શન લેવાનુ છોડી દે તો તેમના માટે નવા ટેક્સ સ્લેબ લાગુ થશે. જોકે નવી વ્યવસ્થા પ્રમાણે બદલાયેલા ટેક્સ રેટ એ જ કરદાતાઓ પર લાગુ થશે જે કોઈ પણ પ્રકારના એક્સમ્પશન કે ડિડક્શન નહી લે.જેમને આ વ્યવસ્થા પસંદ નથી તે જૂની ટેક્સ પધ્ધતિનો ઉપયોગ કરીને ટેક્સ ભરી શકે છે. જોકે નવી વ્યવસ્થા પ્રમાણે બદલાયેલા ટેક્સ રેટ એ જ કરદાતાઓ પર લાગુ થશે જે કોઈ પણ પ્રકારના એક્સમ્પશન કે ડિડક્શન નહી લે.જેમને આ વ્યવસ્થા પસંદ નથી તે જૂની ટેક્સ પધ્ધતિનો ઉપયોગ કરીને ટેક્સ ભરી શકે છે.