પહેલી વખત ડ્રોન વડે મેરઠથી બ્લડ સેમ્પલ નોએડાની લેબમાં મોકલાયુ

નવી દિલ્હી, દેશમાં બ્લડ સેમ્પલ મોકલવા માટે પણ પહેલી વખત ડ્રોનનો પ્રયોગ થયો છે. નોએડામાં એક ખાનગી લેબોરેટરીએ મેરઠથી લોહીના સેમ્પલ મંગાવવા માટે એક ડ્રોનનો સફળ પ્રયોગ કર્યો હતો.જેમાં આ ડ્રોને મેરઠથી નોએડાની સફર એક જ કલાકમાં પુરી કરી હતી.સામાન્ય રીતે રસ્તાના માર્ગે સેમ્પલ લાવવામાં બે થી ત્રણ કલાક થઈ જતા હોય છે.
ડ્રોનની ટ્રાયલ લેવા માટે લેબ દ્વારા 15 સ્થળો નક્કી કરાયા છે અને આ પહેલી ટ્રાયલ હતી.જો બધુ સમુસુતરુ પાર પડ્યુ તો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કાશ્મીરના પહાડી વિસ્તારોમાંથી ડ્રોન વડે બ્લડ સેમ્પલ મંગાવાવનુ આસાન થઈ જશે.
સોશિયલ મીડિયા પર નોએડાના આકાશમાં ઉડી રહેલા ડ્રોનનો વિડિયો વાયરલ થયો હતો.ડ્રોન સાથે ટેમ્પરેચર કન્ટ્રોલ થાય તેવુ બોક્સ જોડાયેલુ હતુ.આ ડ્રોને 73 કિમીનુ અંતર એક કલાકમાં કાપ્યુ હતુ.