પહેલી વાર અમેરિકાનુ જાસૂસી વિમાન ફ્યુલ ભરવા ભારતના એર બેઝ પર રોકાયુ
પોર્ટ બ્લેર, ચીને ભારત અને અમેરિકા એમ બંને દેશો સામે મોરચો માંડ્યો છે અને તેનુ એક પરિણામ એ આવ્યુ છે કે , ભારત અને અમેરિકા વચ્ચેની દોસ્તી વધારે મજબૂત બની રહી છે. બંને દેશોની દોસ્તીમાં એક સિમા ચિન્હ રુપ ઘટના શુક્રવારે બની હતી.જેમાં અમેરિકાના એક જાસૂસી વિમાન પી-8 ફ્યુલ લેવા માટે ભારતના એર બેઝ પર રોકાયુ હતુ.ઈતિહાસમાં પહેલી વખત એવુ બન્યુ હતુ કે, અમેરિકાના વિમાને આંદામાન નિકોબારના એરબેઝ પર ઉતરાણ કર્યુ હતુ.
પી-8 વિમાન દુશ્મનોની સબમરિન અને યુધ્ધ જહાજો પર જાસૂસી કરવા માટે છે.જરુર પડે તો તે તેનો ખાત્મો પણ બોલાવી શકે છે.ભારતીય નૌસેનામાં પણ પી-8 વિમાનો સામેલ કરાયા છે.દરમિિયાન ભારત અને અમેરિકા વચ્ચે 2016માં એક સંધિ થઈ હતી.જેના ભાગરુપે બંને દેશો એક બીજાના મિલિટરી અને એર બેઝ કે પોર્ટનો ઉપયોગ કરી શકશે તેવુ નક્કી થયુ હતુ.