“પહેલુ સુખ તે જાતે નર્યા”: તમે તંદુરસ્ત તો સમાજ તંદુરસ્તઃ માસ્ક પહેરો

Files Photo
(પ્રતિનિધિ) અમદાવાદ, “પહેલુ સુખ તે જાતે નર્યા” આપણે ત્યાં આ કહેવત છે. તંદુરસ્તી એ પ્રથમ સુખ છે. તમે તંદુરસ્ત હશો તો આસપાસના તંદુરસ્ત રહેશે તો તેવી રીતે વિશાળ પરિપ્રેક્ષમાં સમાજ તંદુરસ્ત રહેશે. કોરોનાના કાળમાં આ બાબત સૌકોઈને લાગુ પડે છે સરકાર- વહીવટીતંત્ર લોકોને માસ્ક પહેરવા વારંવાર અનુરોધ કરે છે.
પણ તેવુ જાેવા મળતુ નથી. લાલબસ, બી.આર.ટી.એસ તથા ઓટો રીક્ષામાં એવા મુસાફરો હજુ પણ જાેવા મળશે જે માસ્ક પહેરતા નથી. સોસાયટી- ફલેટોના નાકે પણ આવા દ્રશ્યો જાેવા મળશે. ખરેખર તો સરકારે પહેલાની માફક શિસ્તનો દંડો ઉગામવો પડે તેમ છે પહેલી લહેર વખતે જે પ્રકારે ચેકીંગ થતુ હતુ.
ડ્રોન ઉડાડવામાં આવતા હતા અને સોસાયટી- ફલેટોના ઝાંપા સુધી ચેકીંગ કરાતુ હતુ તે જૂની પધ્ધતિ અમલમાં મૂકવી પડે તેમ છે દરેક જગ્યાએ આવા ગણતરીના લોકો જ અન્ય નાગરિકો માટે ખતરો ઉભો કરે છે ભલે કોઈને પણ કોરોનાના લક્ષણ ન હોય પણ નિતિ-નિયમોનું તો પાલન આવશ્યક છે.
તમે તંદુરસ્ત હશો પરંતુ સામેવાળો નહી હોય તો અન્ય લોકોને અસર કરી શકે છે તેમાં પણ કોરોનાનો ઓમિક્રોન વાયરસ ઝડપથી ફેલાય છે તેવુ તજજ્ઞોનું કહેવું છે.
ત્યારે કમસે કમ માસ્ક પહેરવાની સાથે સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવુ જરૂરી છે. વળી જે મુસાફરો માસ્ક પહેરતા નથી તેઓ “બોડી લેંગ્વેજ” પરથી ખતરનાક લાગતા હોય છે કે જેમને માસ્ક પહેરવાનું કોઈ કહેતું નથી. નાગરિકો કોરોનાના કપરાકાળમાં પણ આ વાતને કેમ ચલાવી લેતા હશે તે ખબર પડતી નથી. લાલબસમાં આવી એક બે વ્યક્તિઓ તો નીકળશે પરંતુ તેની સામે કોઈ અવાજ ઉઠાવતુ નથી. ઘણા તો ભણેલા-ગણેલા લાગતા પણ બી.આર.ટી.એસ.માં આવ્યા પછી માસ્ક ઉતારી દે છે જેને લઈને અન્ય મુસાફરો માટે જાેખમ ઉભુ થાય છે.