પાંચમા માળની બારીમાંથી નીચે પડતા યુવકનું મોત
સુરત: શહેરના ડિંડોલી વિસ્તારમાં એક યુવાન પોતાની પ્રેમિકાને મળવા ગયો હતો જોકે તેનું રહસ્મય રીતે પાંચમા માળેથી પટકાતાં કરુણ મોત થયું છે. ત્યારે પ્રેમિકાને મળવા ગયેલા યુવાને પ્રેમિકાના પરિવારે મારી નાંખ્યો હોવાનો યુવાનના પરિવારે આક્ષેપ કરતા પોલીસે આમામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ઉત્સવ રેસિડેન્સીમાં રહેતી યુવતીના ઘરે નિતેશ અવાર નવાર આવતો હતો.
જોકે, બંનેવ વચ્ચે આંખો મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો. ગતરોજ પણ નિતેશ પોતાની પ્રેમિકા યુવતીને મળવા માટે તેના ઘરે ગયો હતો. ડિંડોલીની ઉત્સવ રેસિડેન્સીમાં ગયો હતો.ત્યાં પાંચમા માળે પ્રેમિકાના ઘરની બારીમાંથી નીચે પટકાયો હતો. તેની પ્રેમિકા જ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. ત્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. જોકે, બીજી બાજુ નિતેશ પરણિત હોવાથી તેના પરિવાર તેના મોતના સમાચાર મળતા જ તાત્કાલિક હાૅસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
યુવકના પરિવારે પ્રેમિકા અથવા તેના મળતીયાઓએ હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો છે. મરનાર યુવાન ફાઇનાન્સનું કામ કરતો હતો અને તેની સાથે કામ કરતી યુવતીના ઘરે અવારનવાર આવતા જતા અને સાથે કામ કરતા હોવાને કારણે બંનેવ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેને લઈને યુવતીના પરિવાર દ્વારા યુવાનની હત્યા કર્યાના આક્ષેપ પોલીસ સામે કરવામાં આવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.