પાંચ અધિકારીઓ સહિત 10 રેલવે કર્મચારીઓને મળ્યા મહાપ્રબંધક એવોર્ડ
અમદાવાદ ડિવિઝનને મળી મહાપ્રબંધક એફિશિએન્સી શીલ્ડ સહિત કુલ 10 બેસ્ટ પર્ફોર્મન્સ શીલ્ડ
પશ્ચિમ રેલવે નો 67મો રેલવે સપ્તાહ પુરસ્કાર સમારોહ વાય. બી. ચ્વહાણ સભાગાર, ચર્ચગેટ મુંબઈમાં આયોજિત કરવામાં આવ્યો. આ ગરિમાપૂર્ણ સમારોહમાં જનરલ મેનેજર પશ્ચિમ રેલવે શ્રી અનિલ કુમાર લાહોટીએ વર્ષ 2021-22 દરમિયાન ઉત્કૃષ્ટ કાર્ય અમલ માટે અમદાવાદ ડિવિઝનને મહાપ્રબંધક એફિશિએન્સી શીલ્ડ સહિત કુલ 10 બેસ્ટ પર્ફોર્મન્સ શીલ્ડ પ્રદાન કરી તેમજ પાંચ અધિકારીઓ સહિત 10 રેલવે કર્મચારીઓને રોકડ ઈનામ, પ્રશસ્તિ પત્ર અને મેડલ આપી સન્માનિત કર્યા.
ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી તરૂણ જૈન એ આ માહિતી આપતા જણાવ્યું કે અમારૂ લક્ષ્ય હંમેશા ઉચ્ચ ધોરણો સાથે યાત્રી સુરક્ષા અને તેમને બહેતર સુવિધાઓ આપવાનો છે. આ વર્ષે પશ્ચિમ રેલવે પર અમદાવાદ ડિવિઝનને મહાપ્રબંધક એફિશિએન્સી શીલ્ડ સહિત કુલ 10 બેસ્ટ પર્ફોર્મન્સ શીલ્ડ પ્રાપ્ત કરવાનો ગર્વ પ્રાપ્ત થયો છે.
આમાં ડિવિઝનને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે વાણિજ્ય વિભાગની શીલ્ડ, સિવિલ એન્જિનિયરીંગની શીલ્ડ, મિકેનિકલ વિભાગને અમદાવાદ-એકતા નગર જનશતાબ્દી એક્સપ્રેસના શ્રેષ્ઠ નિભાવ માટે પ્રથમ પુરસ્કાર અને અમદાવાદ બીજીને ડિપોબેઝ્ડ ટ્રોફી અને રોકડ ઈનામ,
ભીલડી રનિંગ રૂમને બેસ્ટ નિભાવ માટે રોલિંગ શીલ્ડ અને ફર્સ્ટ રેન્ક ટ્રોફી અને રોકડ ઈનામ, પશ્ચિમ રેલવે માં સર્વાધિક લોડીંગ માટે બેસ્ટ લોડીંગ પ્રયાસ (એફર્ટ્સ) શીલ્ડ, રાજભાષા શીલ્ડ અને EnhM ટ્રોફી પ્રાપ્ત કરવાનું ગૌરવ મળ્યું છે. સાથેજ ઇન્ટર ડિવિઝનલ ક્લિનેસશીલ્ડ (વાણિજ્ય શાખા) ને ભાવનગર ની સાથે પ્રથમ છ મહિના માટે અને સિગ્નલ એન્ડ ટેલિકોમ વિભાગને પ્રથમ છ મહિના માટે રતલામ ડિવિઝનની સાથે પ્રાપ્ત કરી છે જે ડિવિઝન માટે ઉલ્લેખનિય ઉપલબ્ધિ છે.
વર્ષ દરમિયાન બેસ્ટ પર્ફોર્મન્સ માટે વ્યક્તિગતરૂપે પ્રિન્સિપલ ડીટીટીસી સાબરમતી શ્રી ભુવનચંદ્ર જોષી, ઉપ મુખ્ય એન્જિનિયર (બાંધકામ) શ્રી પ્રશાંત સિંહ, સિનિયર ડિવિઝનલ પર્યાવરણ અને ગૃહ વ્યવસ્થા મેનેજર શ્રી ફેડરિકપેરિયત, આસિસ્ટન્ટ ઓપરેશન મેનેજર શ્રી જયદિપ મોઈત્રા અને આસિસ્ટન્ટ ડિવિઝનલ એન્જિનિયર (બાંધકામ) શ્રી કપિલ શ્રીવાસ્તવને સમ્માનિત કરવામાં આવ્યા.
વિવિધ વિભાગોના સમ્માનિત રેલવે કર્મચારીઓમાં સર્વશ્રી સાજી ફિલિપ, રાજેશ ઠાકુર, રાજેશ કુમાર પાંડે, રામચંદ્ર કરવાસરા, મનોજિત સિન્હા, દયારામ મીણા, અટાનુ ઘોષ, રમેશજી રાજપૂત, મયૂર કુમાર, ગોપાલ સિંહ ભંડારી, ઋષિકાંત સાગર અને શ્રીમતી લતા ગોવર્ધનને આ સમ્માન (જીએમ એવોર્ડ) પ્રાપ્ત કરવાનો ગૌરવ મળ્યો.
ડીઆરએમ શ્રી જૈન એ તમામ વિજેતાઓને અભિનંદન આપતાં તમામ રેલવે કર્મચારીઓને અપીલ કરી કે તેઓ પોતાના કામ નિષ્પાદનના ઉચ્ચ ધોરણોને જાળવી રાખતાં ડિવિઝનને અધિક ઊંચાઈ પર લઈ જવા અને યાત્રી હિત માટે લગન અને મહેનતથી કામ કરવાનો સંકલ્પ લે.