પાંચ કરોડ ઉપરાંતનો હાઉસ ટેક્ષ ૩૧ મી માર્ચ સુધી ઉઘરાવવા ભરૂચ પાલિકાની ટીમ કામે લાગી
ભરૂચ નગર પાલિકાની પઠાણી ઉઘરાણી શરૂ : માર્ચ એન્ડિંગ આવતા જ પાલિકા વેરો ઉઘરાવવા સજ્જ. મિલ્કત અને વ્યવસાય વેરો બાકી પડતી દુકાનોને સીલ મારતી ભરૂચ નગર પાલિકા.
ભરૂચ: ભરૂચ નગર પાલિકા દ્વારા બાકી પડતા કર વેરા ની ઉઘરાણી શરૂ કરતા જ બાકી વેરો ન ભરનાર વેપારીઓ ની દુકાનો ને સીલ મારવાની અને નોટિસ ચોટાડવાની કામગીરી કરતા જ વેપારીઓ માં ફફડાટ મચી જવા પામ્યો છે.જોકે ૩૧ મી માર્ચ સુધી પાંચ કરોડ ઉપરાંત નો બાકી પડતો વેરો વસૂલવા પાલિકા ની ટીમ કામે લાગી ગઈ છે.
ભરૂચ નગર પાલિકા હાઉસ ટેક્ષ ન ભરનારા ઉપર તવાઈ બોલાવી રહી છે.ત્યારે ભરૂચ માં હાઉસ ટેક્ષ અને મિલ્કત વેરો,દુકાન વેરો અંદાજીત પાંચ કરોડ ઉપરાંત નો બાકી પડતા ભરૂચ નગર પાલિકા એ માર્ચ એન્ડિંગ આવતા ની સાથે જ પઠાણી ઉઘરાણી શરૂ કરી હોય તેમ આજ થી બાકી વેરો ન ભરનાર સામે ભરૂચ નગર પાલિકાએ આકળા ટેવળ અપનાવી રહ્યા છે.૩૧ મી માર્ચ સુધી ભરૂચ શહેર માં બાકી પડતા પાંચ કરોડ ઉપરાંત ની વેરા ની રકમ વસૂલવા ભરૂચ નગર પાલિકા ની ટીમ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
જેમાં હાઉસ ટેક્ષ વેરો અને મિલ્કત વેરો અને વ્યવસાય વેરો ન ચુકવનારા સામે નોટિસ પાઠવવા સાથે મિલ્કતો ને સીલ મારવાની કામગીરી ની શરૂ કરતા જ મિલ્કત ધારકો અને વેપારીઓ માં ફફડાટ મચી જવા પામ્યો છે.જોકે કેટલાક વેપારીઓ ભરૂચ નગર પાલિકા ની ટીમ પહોંચતા બાકી પડતા હાઉસ ટેક્ષ સહીત ના વિવિધ ટેક્ષ સ્થળ ઉપર જ ચેક આપવા માટે તૈયાર થયા હતા અને ભરૂચ નગર પાલિકા એ ચેક પણ વસુલવાની કામગીરી શરૂ કરી હતી.
ભરૂચ નગર પાલિકા ના કારોબારી ચેરમેન નરેશ સુથારવાલા એ જણાવ્યું હતું કે હાઉસ ટેક્ષ ભરૂચ શહેર માંથી વસૂલવા માટે ૩૧ મી માર્ચ સુધી અંદાજીત પાંચ કરોડ ઉપરાંત ની રકમ વસૂલવા માટે ભરૂચ નગર પાલિકા ની ટીમ આજ થી કામે લાગી ગઈ છે અને જે વેરો ન ભરનાર ની મિલ્કતો ને સીલ મારવામાં આવી રહ્યુ છે.કોઈ ચબરબંધી ને છોડવામાં નહિ તેમ મીડિયા સમક્ષ રટણ કર્યું છે.
ત્યારે જોવું એ રહ્યુ કે ભરૂચ નગર પાલિકા ૩૧ મી માર્ચ સુધીમાં કેટલો વેરો વસૂલી શકે છે.કે પછી માત્ર કાગળ ઉપર જ કામગીરી કરી સંતોષ માણશે?