પાંચ ગણી વધારે ઝડપથી ચાર્જ થતી પાવરબેંક સીસ્કાએ લોન્ચ કરી
મુંબઈ, ભારતમાં મોબાઇલ એક્સેસરીઝ કેટેગરીમાં નવીન ઉત્પાદનો પ્રસ્તુત કરવામાં ટોચની કંપની સિસ્કા એક્સેસરીઝે આજે સિસ્કા P1017B પાવર ગેઇન 100 પાવર બેંક બજારમાં મૂકવાની જાહેરાત કરી હતી. આ પાવર બેંક પાતળી છે અને ચાર્જિંગ પાંચ ગણું વધારે ઝડપથી થાય છે. સિસ્કા મોબાઇલ એક્સેસરીઝ વાયરલેસ સ્પીકર્સ, વાયરલેસ હેડસેટ, બ્લૂટૂથ ઇયરફોન, કાર ચાર્જર જેવા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદનની વિસ્તૃત રેન્જ ઓફર કરે છે.
રિસર્ચ એન્ડ માર્કેટ્સનાં રિપોર્ટ મુજબ, આંતરરાષ્ટ્રીય સ્તરે પાવર બેંકનાં બજારનું મૂલ્ય વર્ષ 2024 સુધીમાં અંદાજે 29.5 અબજ ડોલરને આંબી જવાની ધારણા છે. આ રીતે આ સેગમેન્ટ વર્ષ 2019થી વર્ષ 2024 દરમિયાન 20 ટકાથી વાર્ષિક ચક્રવૃદ્ધિ દરે (સીએજીઆર) વૃદ્ધિ કરશે એવી અપેક્ષા છે. સિસ્કા પાવર ગેઇન 100 પાવર બેંક હાઈ ડેન્સિટી ધરાવતી પોલીમરની બનેલી છે, જે ડિસ્ચાર્જ અને ઓવરચાર્જ સામે રક્ષણ આપે છે, જેની ક્ષમતા 10,000 mAh છે તેમજ ડ્યુઅલ ઇનપુટ અને આઉટપોટ પોર્ટ ધરાવે છે, જે યુઝર્સને એકસાથે એકથી વધારે ડિવાઇઝ ચાર્જ કરવાની સુવિધા આપે છે. આ પાવર બેંક વિવિધ રંગમાં ઉપલબ્ધ છે, જેની કિંમત રૂ. 1,599/- છે. આખા દેશમાં તમામ અગ્રણી રિટેલ આઉટલેટમાં આ પાવર બેંક ઉપલબ્ધ છે.
સ્માર્ટફોન, ટેબ્લેટ અને લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોની માગમાં વધારો થવાથી હાલ પાવર બેંકનું આંતરરાષ્ટ્રીય બજાર સતત વૃદ્ધિના માર્ગે અગ્રેસર છે. આ ઉપરાંત 4જીના આગમન અને મોબાઇલ ઇન્ટરનેટનો વપરાશ વધવાથી આ સ્માર્ટ ઉપકરણની બેટરીનાં વપરાશમાં વધારો થયો છે. એટલે આખી દુનિયામાં પાવર બેંકની માગમાં વધારો થયો છે.
સિસ્કા ગ્રૂપનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રીમતી જ્યોત્સના ઉત્તમચંદાનીએ આ પાવર બેંકનાં લોંચ પર કહ્યું હતું કે, “શ્રેષ્ઠ ઉત્પાદનો બજારમાં પ્રસ્તુત કરવાની કટિબદ્ધતા સાથે અમે ટેકનોલોજી સંચાલિત નવીન ઉત્પાદનો ઓફર કરવા આતુર છીએ, જે સ્ટાઇલિશ હોય છે અને અમારા ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ કરે છે. સિસ્કાના ઉત્પાદનોનું નિર્માણ ઊંડા સંશોધન અને ગ્રાહકોની બદલાતી જરૂરિયાતોનાં વિશ્લેષણને આધારે થાય છે. ગ્રાહકો માટે પાવર બેંક આવશ્યક મોબાઇલ એક્સેસરી બની જવાથી સિસ્કા P1017B પાવર ગેઇન 100 પાવર બેંક એવા ગ્રાહકો માટે બનાવવામાં આવી છે, જેઓ કોઈ પણ જગ્યાએ બેટરી ચાર્જ કરવા વાજબી કિંમત ધરાવતી પાવર બેંક ખરીદવા ઇચ્છે છે.”