Western Times News

Gujarati News

5% GST સ્લેબનો વ્યાપ ૭ થી વધારીને ૯% કરવાની તૈયારી ચાલી રહી છે

GST officer nabbedin bribe case by ACB gujarat

નવીદિલ્હી, GST કાઉન્સિલની બેઠક આવતા મહિને એટલે કે મે મહિનામાં યોજાવાની છે. આ બેઠક ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વાસ્તવમાં જૂન ૨૦૨૨થી કેન્દ્ર દ્વારા રાજ્યોને આપવામાં આવતી વળતર પ્રણાલી સમાપ્ત થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં આ બેઠકમાં જીએસટીના દરો વધારવા અંગે અંતિમ ર્નિણય લેવામાં આવી શકે છે.

GST કાઉન્સિલની આગામી બેઠક સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક ડોઝ આપી શકે છે. સૂત્રોનું કહેવું છે કે આવતા મહિને યોજાનારી બેઠકમાં ૫ ટકાના ટેક્સ સ્લેબને નાબૂદ કરવાનો વિચાર થઈ શકે છે.

આ સિવાય આવા ઉત્પાદનો કે જેની માંગ વધારે છે તેને ૩ના સ્લેબમાં અને બાકીનાને ૮ ટકાના સ્લેબમાં મૂકી શકાય છે. સૂત્રોનું કહેવું છે કે મોટા ભાગના રાજ્યોએ આવક વધારવા અંગે અભિપ્રાય રજૂ કર્યો છે.

તેઓ ઈચ્છે છે કે તેમને પૈસા માટે કેન્દ્ર પર ર્નિભર ન રહેવું પડે. હાલમાં GST માં ૫, ૧૨, ૧૮ અને ૨૮ ટકાના ચાર ટેક્સ સ્લેબ છે. જાે કાઉન્સિલની બેઠકમાં નવો ર્નિણય લેવામાં આવશે તો તેમાં ૩ અને ૮ ટકાના બે નવા સ્લેબ ઉમેરવામાં આવશે.

સૂત્રોનું કહેવું છે કે 5%  GST સ્લેબનો વ્યાપ ૭થી વધારીને ૯ ટકા કરવાની વાત ચાલી રહી છે. જાે કે, આખરી ર્નિણય કેન્દ્રીય નાણામંત્રીની આગેવાની હેઠળની જીએસટી કાઉન્સિલ લેશે.

આ બેઠકમાં તમામ રાજ્યોના નાણા મંત્રીઓ હાજરી આપશે. જાે ૫ ટકાના સ્લેબમાં એક ટકાનો પણ વધારો થશે તો સરકારને વાર્ષિક ૫૦ હજાર કરોડ રૂપિયાની વધારાની આવક થશે. માનવામાં આવે છે કે કાઉન્સિલની બેઠક બાદ મોટાભાગની વસ્તુઓ ૮ ટકાના ભાવે લાવવામાં આવી શકે છે. હાલમાં આ ઉત્પાદનો પર ૫% જીએસટી લાગે છે. એટલે કે ત્રણ ટકા ટેક્સ સીધો સામાન્ય માણસની જરૂરિયાતો પર વધશે.

GST કાઉન્સિલે લક્ઝરી વસ્તુઓને ૨૮ ટકા ટેક્સ બ્રેકેટમાં રાખી છે. આના પર સેસ પણ છે. સેસનો ઉપયોગ GST ના અમલીકરણને કારણે રાજ્યોને થતી આવકની ખોટની ભરપાઈ કરવા માટે થાય છે. આ વર્ષે જૂનમાં જીએસટીના રાજ્યોને વળતર પૂરું થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં હવે રાજ્યો આર્ત્મનિભર બનવાની દિશામાં ટેક્સ સ્લેબ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ કેન્દ્ર પરની તેમની ર્નિભરતા ખતમ કરવા માંગે છે.

ગયા વર્ષે,જીએસટી કાઉન્સિલે કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીઓની એક સમિતિની રચના કરી હતી. આ સમિતિ કરના દરોને તર્કસંગત બનાવવા, ટેક્સ સ્લેબમાં રહેલી વિસંગતતાઓને દૂર કરવા અને આવકની પદ્ધતિઓ વધારવા પર ભાર મૂકવાની હતી. આ સમિતિ આવતા મહિને તેની ભલામણ આપે તેવી શક્યતા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.