પાંચ દિવસમાં પોલીસે માસ્ક વગરના ૧૩,૫૮૧ લોકો પાસેથી ૨૭.૧૬ લાખનો દંડ વસૂલ્યો
અમદાવાદ: કોરોનાને અટકાવવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ખૂબ જ જરૂરી છે. અમદાવાદ સહિતના મહાનગરોમાં પરિસ્થિતિ ખરાબ હોવા છતાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંધન કરી રહ્યા છે. જેથી પોલીસે હવે માસ્ક વગરના લોકોને દંડ ફટકારવાનું શરૂ કર્યું છે. અમદાવાદ શહેરમાં પોલીસે પાંચ દિવસમાં ૧૩૫૮૧ લોકો પાસેથી માસ્ક ન પહેરવા બદલ રૂ. ૨૭.૧૬ લાખનો દંડ વસૂલ્યો છે.
છેલ્લા પાંચ દિવસ એટલે કે ૧૯ થી ૨૩મી જૂન દરમિયાન ઘરેથી માસ્ક વગર નીકળતા ૧૩,૫૮૧ લોકો પાસેથી પોલીસે રૂ. ૨૭.૧૬ લાખનો દંડ ફટકાર્યો છે. આનો મતલબ એ છે કે, અમદાવાદમાં દરરોજ ૨૭૦૦ થી વધુ લોકો માસ્ક વગર ઝડપાઈ રહ્યા છે. અગાઉ શહેર પોલીસે મુખ્યત્વે માસ્ક ન પહેરતા લોકો સામે એફઆઈઆર નોંધવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, પરંતુ ચાર્જ વસૂલવામાં આવતો નહોતો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘કેટલાક પોલીસ સ્ટેશનો પર પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૨૭૦ની વિનંતી કરી હતી. જેમાં જીવલેણ રોગના ચેપ ફેલાવા અંગે સંભવિત કાર્યવાહી કરવામાં આવી હતી. અન્ય કેસોમાં કલમ ૨૬૯નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે જીવન માટે જોખમી રોગના ચેપને ફેલાવવાની સંભવિત બેદરકારીભર્યા કૃત્યને અનુલક્ષે છે.
અધિકારીએ વધુમાં જણાવ્યું કે સેક્શન ૧૮૮ના નિયમોનું પણ ઉલ્લંઘન થતું હતું. પરંતુ રાજ્ય સરકારે તાજેતરમાં જાહેરાત કરી હતી કે આવા અપરાધીઓને ૨૦૦ રૂપિયોનો દંડ કરવો જોઈએ.’ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમે દરરોજ લોકોને માસ્ક ન પહેરવા બદલ પકડીએ છીએ. જાકે લોકો ખુશમિજાજ હોવાનું જણાઈ રહ્યુ છે. તેઓને લાગે છે કે, હવે કોરોનાના કેસ ઘટી ગયા છે. સિટી કંટ્રોલ ડેપ્યુટી પોલીસ કમિશનર વિજય પટેલે જણાવ્યું કે, પોલીસે અટકાવે છે ત્યારે ઘણા અમદાવાદીઓ કહે છે કે, તેઓ માસ્ક નથી પહેરતા કારણે કે, તેઓ તેમની આસપાસ કોરોના નથી. જ્યારે લોકડાઉન હટાવવામાં આવ્યું ત્યારે લોકોના મનમાં એવી છાપ પડી હતી કે હવે કોરોનાથી ડરવાની જરૂર નથી. પરંતુ તેઓ એ હકીકત ભૂલી ગયા છે કે તાજેતરના અઠવાડિયામાં શહેરમાં દરરોજ લગભગ ૩૦૦ કેસ નોંધાયા છે.’
પટેલે જણાવ્યું કે, માસ્ક વગરના લોકોને પોલીસ માસ્ક આપે છે. શહેરના અન્ય એક પોલીસ અધિકારીએ કહ્યું કે, મોટાભાગના લોકો એવો દાવો કરે છે કે, માસ્ક પહેરીને ગૂંગળામણ થાય છે.