પાંચ ભૂવાઓએ મહિલાને સાંકળોથી મારી, ડામ આપીને હત્યા કરી

પ્રતિકાત્મક
દ્વારકા, ગુજરાતમાં અંધશ્રદ્ધા મામલે લોકોના હૃદય દ્રવી ઉઠે તેવો બનાવ બન્યો છે. દ્વારકાના વચલી ઓખા મઢી ગામ પાસે અંધશ્રદ્ધામાં મહિલાની હત્યા કરી દેવાઇ છે. ૨૫ વર્ષીય મહિલાની મેલા-વળગાડ હોવાની માન્યતા સાથે ઢોર માર મારી ડામ આપી, ક્રૂરતા પૂર્વક હત્યા કરી દેવાઇ હતી. મૃતક મહિલાની એવી હાલત કરી દેવાઇ છે કે અમે તેના દ્રશ્યો પણ બતાવી શકીએ તેમ નથી. મહિલાના મૃતદેહને દ્વારકા પી.એમ અર્થે ખસેડાયા બાદ મૃતદેહને ફોરેન્સિક રિપોર્ટ માટે જામનગર હોસ્પિટલમાં લઇ જવાયો હતો.
મૃતક ૨૫ વર્ષીય રમીલાબેન વાલાભાઈ સોલંકી આરંભડાની રહેવાસી હોવાનું અને સંતાનમાં ૩ સંતાનો હોવાની વિગતો સામે આવી છે. મૃતક મહિલાનો પરિવારનો માળો અંધશ્રધ્ધામાં વિખેરાયો મૃતક મહિલાના ત્રણ સંતાનોમાં પુત્ર ૬ વર્ષ, બે પુત્રી જેમાં એક ૪ વર્ષની બીજી પુત્રી ૨ વર્ષની છે.
વિકસિત ગુજરાતમાં અંધશ્રધ્ધામાં એક મહિલા હોમાઈ જતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. ખંડેર જેવા મંદિરમાં વિધિમાં મહિલાને મેલું હોઈ એવું જણાવી મેલું કાઢવા ઢોર માર મારવામાં આવતા મહિલાનું મોત થયું હતું. ભુવાઓએ મહિલાને મસાણની મેલડી આવી કરીને માર માર્યો હતો. આમ,વળગાડ અને મેલું તો નીકળતા નિકળ્યું, એ પહેલા મહિલાનો જીવ નીકળી ગયો.
મહિલાને ઘાટ ઉતારી દેનાર ઘરના જ ભૂવાઓ નીકળ્યા તમામ ૫ આરોપી મહિલાના દેર અને જેઠ હોઈ તમામ ભુવાઓ હોઈ સાથે મળી મેલું કાઢવા સાંકળો મારી મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી. પોલીસે સમગ્ર મામલે તમામ ૫ ભુવા આરોપીઓ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે પોલીસ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપશે. આ સમગ્ર ઘટનાને લઇને ડ્ઢઅજીઁ સહિતની પોલીસ વિભાગની ટીમોએ તપાસ શરૂ કરી દીધી છે.
સમાજનો ગ્રામીણ વિસ્તાર પછાત છે અથવા તો પછાત માનસિકતા ધરાવે છે. ભૂત અને વળગાડ જેવી બાબતોને લઈને સંવેદનશીલ ગ્રામવાસીઓ કહેવાતા ભૂવાનાં વશીકરણમાં સર્વસ્વ હોમી દેતા અચકાતા નથી. ત્યારે દ્વારકા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારની આ ઘટના આજની માનસિકતાની ચાડી ખાય છે. કઈ સદીમાં જીવતા લોકો આવા શરણે જઈને જીવનું જાેખમ વહોરે છે તેનો આ સચોટ કિસ્સો છે.HS