પાંચ મહિનાની દીકરી સાથે અનુષ્કા-વિરાટ UK ઉપડ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/virat-anushka.jpg)
વિરાટ-અનુષ્કા બ્લેક આઉટફિટમાં જાેવા મળ્યા હતા, કોરોના મહામારીના પગલે તેઓ ડબલ માસ્કમાં જાેવા મળ્યા હતા
મુંબઈ: ઈન્ડિયન ક્રિકેટ ટીમ બુધવારે રાત્રે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે યુકે જવા રવાના થઈ છે. ભારતીય ક્રિકેટરોની સાથે તેમની પત્નીઓ અને બાળકો પણ હતા. ત્યારે ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે પત્ની અનુષ્કા શર્મા અને દીકરી વામિકા પણ યુકે જવા રવાના થયા છે. વિરાટ કોહલી-અનુષ્કા અને વામિકા સહિત ઈન્ડિયન ક્રિકેટ ટીમના સભ્યો અને તેમનો પરિવાર મુંબઈ એરપોર્ટ પર જાેવા મળ્યો હતો. વિરાટ અને અનુષ્કા બ્લેક આઉટફિટમાં જાેવા મળ્યા હતા. કોરોના મહામારીના પગલે તેઓ ડબલ માસ્કમાં જાેવા મળ્યા હતા. ટીમ ઈન્ડિયાની સાથે વિરાટ-અનુષ્કા પણ બસમાં જ એરપોર્ટ આવ્યા હતા. અનુષ્કા શર્મા ઘણીવાર વિરાટ સાથે તેની ક્રિકેટ ટૂર પર જતી જાેવા મળી છે. ત્યારે હવે દીકરી વામિકા પણ તેમની સાથે હોય છે.
બસમાંથી ઉતરતી વખતે ચેસ્ટ બેબી કેરિયરમાં અનુષ્કાએ વામિકાને રાખી હતી. આ દરમિયાન પણ અનુષ્કાએ દીકરીનો ચહેરો ન દેખાય તેની પૂરતી કાળજી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ૧૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ પેરેન્ટ્સ બન્યા હતા. જાેકે, વિરાટ-અનુષ્કાએ નક્કી કર્યું છે કે, જ્યાં સુધી તેમની દીકરી સમજણી ના થાય ત્યાં સુધી તેઓ તેની ચહેરો દેખાય તેવી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ નહીં કરે.
ઉપરાંત દીકરી વામિકાના જન્મ બાદ કપલે મીડિયાના ફોટોગ્રાફર્સને પણ વિનંતી કરી હતી કે, તેમની દીકરીની તસવીરો ક્લિક ના કરે. યુકે જતાં પહેલા વિરાટ અને ટીમ ઈન્ડિયા ૧૪ દિવસ માટે મુંબઈમાં જ ક્વોરન્ટીન થયા હતા. થોડા દિવસ પહેલા વિરાટે ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે ક્યુ એન્ડ એ સેશન રાખ્યું હતું. જેમાં એક ફેને દીકરીની ઝલક બતાવાની વિનંતી કરી હતી. જેના જવાબમાં ક્રિકેટરે લખ્યું હતું, કે તેણે અને અનુષ્કાએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી તેમની દીકરી સોશિયલ મીડિયા શું છે તે સમજતી ના થાય અને પોતે ર્નિણય ના લે ત્યાં સુધી તેઓ તેને આ બધાથી દૂર રાખશે.