પાંચ યુવકો દ્વારા સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું
સીતાપુર: ઉત્તર પ્રદેશના સીતાપુરમાં એક સગીરના સાથે ગેંગરેપનો કેસ સામે આવ્યો છે. ગેંગરેપનો આરોપ ગામના જ ૫ યુવકો પર લાગ્યો છે. એટલું જ નહીં આરોપીઓએ દુષ્કર્મ પીડિતાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. વીડિયો વાયરલ થતાં જ ગેંગરેપ પીડિતાના પરિજનો અને પોલીસને ઘટનાની જાણકારી આપી. પોલીસે તાત્કાલિક પ્રભાવથી આરોપીઓ પર કેસ નોંધી એક આરોપીની ધરપકડ કરી લીધી. બાકીના આરોપીઓની ધરપકડ માટે પોલીસની ટીમોએ તપાસ વધારી દીધી છે.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
સમગ્ર મામલો ઇમલિયા સુલ્તાનપુર પોલીસ સ્ટેશનની છે. ગેંગરેપની આ ઘટના ૭ સપ્ટેમ્બર ૨૦૨૦ની હોવાનું કહેવાય છે. આરોપ છે કે, સીતાપુરના ઇમલિયા સુલ્તાનપુર વિસ્તાશના ભંડિયા ગામમાં ૭ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ દલિત સગીરા જ્યારે કુદરતી હાજત માટે ગઈ હતી, ત્યારે ગામના જ ૫ યુવકોએ પીડિતાને પકડીને શેરડીના ખેતરમાં લઈ ગયા અને તેમની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો. આરોપીઓએ ઘટનાની જાણકારી ઘરવાળાને આપશે તો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી.
ડરના કારણે સગીર પીડિતાએ કોઈને જાણકારી આપી નહીં, પરંતુ સોમવારે આરોપી યુવકોએ ગેંગરેપનો બનાવેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. વીડિયો વાયરલ થયા બાદ ગેંગરેપની ચોંકાવનારી ઘટનાની જાણકારી ઘરવાળાઓની સાથોસાથ પોલીસને થઈ. ત્યારબાદ હોબાળો મચી ગયો. પોલીસે તાત્કાલિક પ્રભાવથી પરિજનોની ફરિયાદ પર નોંધી લીધી અને આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી.
એક આરોપીની ધરપકડ ગેંગરેપની ઘટના પર એસપી આરપી સિંહ જાતે મોનિટરિંગ કરી રહ્યા છે અને તેઓ પોલીસ સ્ટેશન પર હાજર રહીને કાર્યવાહીને આગળ વધારવામાં લાગી ગયા છે. મામલાની તપાસ માટે પોલીસે ૬ ટીમોને કામે લગાવી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. ઘટનામાં સામેલ ચાર અન્ય આરોપીઓની તલાશમાં પોલીસ દરોડા પાડી રહી છે. એસપીનું કહેવું છે કે ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ કરી લેવાશે.