પાંચ યુવતી અને સાત યુવક વાંધાજનક સ્થિતિમાં ઝડપાયા

Files Photo
ઉજ્જૈન: મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં પોલીસએ મોટા સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. સતત મળી રહેલી ફરિયાદો બાદ પોલીસે એક જવાનને ગ્રાહક બનાવીને મોકલ્યો હતો. જે મકાનમાં દેહવ્યાપારનો ગોરખધંધો ચાલતો હોવાની ફરિયાદ પોલીસને મળી હતી, ત્યાં જવાન પહોંચ્યો તો દરવાજો ખોલતાં જ અંદરનું દૃશ્ય જોઈને તેને જોરદાર આંચકો લાગ્યો. મળતી માહિતી મુજબ મકાનમાં પહેલાથી જ યુવતીઓ હાજર હતી. ત્યાં ખુલ્લેઆમ દેહવ્યાપારનો ચાલી રહ્યો હતો. તેની પર તક જોઈને જ જવાને પોતાની ટીમને જાણ કરી દીધી.
ત્યારબાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. ઉજ્જૈન નાના ખેડાની પોલીસ અને સાઇબર સેલે અલકનંદા કોલોનીમાં સંચાલિત સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે અહીંથી સેક્સ રેકેટમાં સામેલ ૫ યુવતીઓ અને ૭ યુવકોની ધરપકડ પણ કરી લીધી છે. મૂળે, નાના ખેડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અલકનંદા નગરમાં સેક્સ રેકેટ સંચાલિત થતું હતું. પોલીસે અહીંથી ૫ યુવતીઓ એન ૭ યુવકોને વાંધાજનક સ્થિતિમાં ઝડપી પાડ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે.
નાના ખેડા વિસ્તારના સીએસપીએ જણાવ્યું કે, પોલીસને સૂચના મળી હતી કે કોસમોસ મોલની પાછળ અલકનંદા નગરમાં દેહવ્યાપારનો ગોરખધંધો ચાલી રહ્યો છે. તેની પર નાના ખેડા પોલીસે સાઇબર સેલની ટીમની સાથે અહીં દરોડા પાડ્યા અને દેહવ્યાપાર કરતાં ૧૨ યુવક અને યુવતીઓની ધરપકડ કરી લીધી. મૂળે, પોલીસના એક સભ્યને ગ્રાહક બનાવીને મોકલવામાં આવ્યો જેથી સેક્સ રેકેટનો ભાંડો ફોડી શકાય. ઉલ્લેખનીય છે કે નાના ખેડા પોલીસ સ્ટેશનની હદમાં પહેલા પણ અનેકવાર દેહવ્યાપારના ગોરખધંધાના કેસ સામે આવી ચૂક્યા છે.