પાંચ રાજયોના લોકોએ કોરોના નિગેટીવ રિપોર્ટ બતાવો પડશે
નવીદિલ્હી: સમગ્ર દેશમાં કોરોનાના વધતા મામલાને લઇ સક્રિયતા બતાવતા દિલ્હી સરકારે આદેશ જારી કર્યો છે કે ૨૬ ફેબ્રુઆરીથી ૧૫ માર્ચ સુધી રાજધાનીમાં આવનાર પાંચ રાજયોના લોકોને પોતાની કોરોના નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે જે રાજયના લોકોને નેગેટિવ રિપોર્ટ બતાવવો અનિવાર્ય હશે તેમાં કેરલ મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્યપ્રદેશ અને પંજાબ સામેલ છે.આંકડા અનુસાર ગત અઠવાડીયે સામે આવેલ કોરોનાના ૮૦ ટકાથી વધુ મામલા આજ પાચ રાજયોથી સામે આવ્યા છે. આથી દિલ્હી સરકારે આ પગલુ ઉઠાવ્યું છે.
દિલ્હી સરકારનો આદેશ ૨૬ ફેબ્રુઆરીની રાતે ૧૨ વાગ્યાથી ૧૫ માર્ચના બપોરના ૧૨ વાગ્યા સુધી લાગુ રહેશે આ આદેશ પરિવહનના દરેક માધ્યમ જેવા કે રેલ વિમાની જહાજ બસ વગેરેથી દિલ્હી આવનારા યાત્રિકો પર લાગુ થશે જાે કે કારમાં દિલ્હી આવનારાયાત્રીકો પર આ આદેશ લાગુ પડશે નહીં.
આ પહેલા ઉત્તરાખંડ સરકાર પણ ગુજરાત સહિત આ પાંચ રાજયોથી આવનારા યાત્રીકોને રાજયમાં પ્રવેશ માટે કોરોનાનો નિગેટિવ આરટી પીસીઆર તપાસ રિપોર્ટને અનિવાર્ય કરી ચુકી છે. એ યાદ રહે કે ૧૧ રાજયોમાં રિકવરીથી વધુ કોરોનાના નવા સંક્રમિતોની સંખ્યા વધી છે તેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૬,૨૧૮ સંક્રમિત જણાયા છે
મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાતના ૪ જીલ્લામાં કેસ વધવાની ગતિ તેજ થઇ છે મધ્યપ્રદેશના ત્રણ જીલ્લામાં સ્થિતિ બગડી રહી છે આ રીતે હવે દેશમાં ૧૨૨ જીલ્લા છે જયાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. દિલ્હી સરકાર કોરોનાના નવા સ્ટ્રેને લઇ ખુબ સતર્ક છે અને તે પહેલા જ અનેક વ્યવસ્થા કરી રાખી રહી છે તેમાં એક છે લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં સ્પેશલ કોરોના વોર્ડ બનાવવો