પાંચ રાજયોમાં આગામી વર્ષ યોજાનાર વિધાનસભાની તૈયારીઓ શરૂ

નવીદિલ્હી: ચુંટણી પંચે આગામી વર્ષ પાંચ રાજયોમાં યોજાનાર વિધાનસભા ચુંટણીની તૈયારીઓ શરૂ કરી છે. તેના માટે રાજયોના મુખ્ય ચુંટણી નિર્વાચન અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં અધિકારીઓને તૈયારીઓના નિર્દેશ આપવામાં આવ્યા હતાં. મુખ્ય ચુંટણી કમિશ્નર સુશીલ ચંદ્રાની અધ્યતામાં થયેલ બેઠકમાં ઉત્તરપ્રદેશ ગોવા મણિપુર પંજાબ અને ઉત્તરાખંડના નિર્વાચન અધિકારી સામેલ થયા હતાં આ બેઠકમાં મતદાન કેન્દ્રો પર સુવિધાઓ વધારવાની ચર્ચા કરવામાં આવી હતી સુશીલ ચંદ્રાએ કહ્યું કે મતદાન કેન્દ્રો પર સુવિધા લોજિસ્ટિક જરૂરત મતદાન યાદી અપડેટ એ મતદારોને જાગૃત કરવાના રહેશે
આ પહેલા સીઇસી સુશીલ ચંદ્રાએ કહ્યું હતું કે ચુંટણી પંચને પંજાબ અને ઉત્તરપ્રદેશ સહિત પાંચ પ્રદેશોની વિધાનસભા ચુંટણી આગામી વર્ષ સમય પર કરાવવાનો વિશ્વાસ છે તેમણે કહ્યું હતું કે કોરોના વાયરસ મહામારીની વચ્ચે બિહાર પશ્ચિમ બંગાળ અને અન્ય ચાર રાજયો વિધાનસભા ચુંટણીઓથી ખુબ શિખવા મળ્યું છે.
ગોવા મણિપુર પંજાબ અને ઉત્તરાખંડ વિધાનસભાઓનો કાર્યકાળ ૨૦૨૨ માર્ચમાં સમાપ્ત થઇ રહ્યો છે જયારે યુપી વિધાનસભાનો કાર્યકાળ આગામી વર્ષ મેમાં પુરો થઇ રહ્યો છે.ચંદ્રાએ કહ્યું હતું કે કોવિડ ૧૯ની બીજી લહેર નબળી પડી રહી છે અમે કોરોના મહામારીના સમયે બિહારમાં ચુંટણી કરાવી ત્યારબાદ અન્ય પ્રદેશો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચુંટણી સંપન્ન કરાવી છે અમને મહામારીની વચ્ચે ચુંટણી કરાવવાનો અનુભવ મળ્યો છે.