પાંચ વર્ષથી નાસતા ફરતા પ્રેમીની ધરપકડ કરાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/09/Arrested-scaled.jpeg)
રાજકોટ: પાંચ વર્ષથી નાસતા ફરતા પ્રેમીની ધરપકડ કરવામાં આવી છે. પાંચ વર્ષ પહેલા એક યુવક રાજકોટમાં મજૂરી કામ કરતી સગીર કિશોરીને ભગાડીને લઇ ગયો હતો. જે બાદ તેઓ ભોપાલ શહેરના રાજેન્દ્રનગર કોલોનીની કોટા ફેકટરીમાં સાથે જ રહેતા હતા. હાલ, તો પોલીસે આરોપી એવા પ્રેમી ભૂપેન્દ્ર ઉર્ફે દંગાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ કિસ્સાની વિગતે વાત કરીએ તો, અમદાવાદ રાજકોટ રોડ પર આઇ.ઓ.સી પ્લાન્ટ મિત બિસ્કીટના કારખાનામાં ઉત્તર પ્રદેશનો યુવક ૧૬ વર્ષની સગીર સાથે કામ કરતો હતો. કારખાનામાં બંને સાથે કામ કરતા હોવાથી બંને વચ્ચે પ્રેમ સંબંધ થયો હતો.
જાેકે, આ પ્રેમ સંબંધની સગીર યુવતીના પરિવારને ખબર પડી જવાથી યુવતીનો પરિવાર અમદાવાદ પોતાનું કામકાજ છોડીને રાજકોટ ખાતે કામ કાજ માટે આવી ગયા હતા. પરંતુ થોડા સમયમાં જ યુવતીનો પ્રેમી રાજકોટથી યુવતીને ભગાડી ગયો હતો અને બંને ભોપાલ શહેરના રાજેન્દ્રનગર કોલોનીમા રહી ફેકટરીમાં કામ ધંધો કરતા હતા.
સમગ્ર મામલે યુવતીના પિતાએ રાજકોટના કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને તેના આધારે છેલ્લા ઘણા સમયથી નાસતા ફરતા યુવતીના પ્રેમી ભૂપેન્દ્ર ઉર્ફે દંગા ને પોલીસે ઝડપી પાડયો હતો. આમ સમગ્ર કિસ્સો ખુબ જ જુનો હતો પરંતુ છેલ્લા ઘણા સમયથી વણ ઉકેલ્યો હતો.
જે સમગ્ર તપાસ પોલીસે ખૂબ જ શાંત અને ઉત્સાહપૂર્વક રસ દાખવી પ્રેક્ટીકલ તેમજ હ્યુમન ઇન્ટિલિજન્સનો ઉપયોગ કરી આશરે છેલ્લા પાંચ વર્ષથી એક રહેલા ગુનો ઉકેલી કાઢયો છે.
પોલીસે યુવતીના પ્રેમીને પકડવા પ્રેમીના પિતાનો કોન્ટેક કરી અને અંગત બાતમીદારો મારફત હકીકતો મેળવી હતી અને જેના આધારે પોલીસ પ્રેમી સુધી પહોંચી હતી. મહત્વનું છે કે, પાંચ વર્ષ પહેલાનો આ કિસ્સો છે અને યુવતીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
જ્યારથી યુવક અને કિશોરી રાજકોટથી ભાગ્યા હતા ત્યારથી જ ભોપાલ શહેરના રાજેન્દ્રનગર કોલોનીની કોટા ફેકટરીમાં સાથે જ રહેતા હતા. હાલ તો પોલીસે આરોપી એવા પ્રેમીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.