પાંચ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરતા વેડચ પોલીસે પોક્સો ગુનો દાખલ કરી
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: જંબુસર તાલુકાના વેડચ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં પાંચ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરતા વેડચ પોલીસે પોક્સો ગુનો દાખલ કરી નરાધમની અટકાયત કરી વધુ તપાસ હાથધરી છે.
વેડચ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં રહેતો કલ્પેશભાઈ ઉર્ફે સતીષભાઈ મહેન્દ્રભાઈ રાઠોડ નાઓ બપોરના સમયે બાળકના ઘર આગળથી લઈ જઈ સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરેલ અને રડતી હાલતમાં બાળકને તેના ઘર પાસે મુકી નાસી છૂટ્યોજે અંગે વેડચ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી બનાવ સંદર્ભે વેડચ પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી બનાવ સંદર્ભે વધુ તપાસ સીપીઆઈ એ બી ચૌધરી ચલાવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના વેડચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ગામમાં રહેતો પરણીત યુવક કલ્પેશભાઈ ઉર્ફે સતીષભાઈ મહેન્દ્રભાઈ રાઠોડ ઉ.વ.આ.૨૦ નાઓ તારીખ ૩૦/૬/૨૧ ના રોજ બપોરના સમયે તે જ ગામના પાંચ વર્ષના બાળકને તેના ઘર આગળથી લઈ જઈ બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું.આ અરસામાં ત્યાંથી પસાર થતા સાહેદ જોઈ જતા ત્યાંથી બાળકને લઈ આરોપી કલ્પેશ ભાગવા લાગેલ ત્યારે અન્ય સાહેદ પૂછેલ કે બાળક કેમ રડે છે ત્યારે કલ્પેશ રાઠોડે જણાવેલ કે બાળક આમ જ રડે છે
તેમ કહી બાળકને રડતી હાલતમાં તેના ઘર પાસે મૂકી ભાગી ગયો હતો.સદર બનાવની જાણ બાળકના પિતાને થતા વેડચ પોલીસ મથકે સદર ઈસમ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી હતી.બનાવ અંગે વેડચ પોલીસે કલ્પેશ રાઠોડ વિરુધ્ધ ૩૬૬,૩૭૭ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી હતી અને આરોપીને સીમ વિસ્તાર માંથી ઝડપી પાડી વેડચ પોલીસે અટકાયત કરી આગળની વધુ તપાસ સીપીઆઈ એ બી ચૌધરી ચલાવી રહ્યા છે.